Abtak Media Google News

ગૌવંશ સંરક્ષણ ખરડો વિધાનસભામાં પસાર થતા માત્ર જૈન સમાજ જ નહી પણ સમસ્ત જીવદયા પ્રેમીઓના હૈયામાં અનેરો ઉત્સાહ છવાયો છે. મહાવીર જન્મ કલ્યાણક પરમોત્સવે તા.૮/૪/૨૦૧૭ શનિવારના રોજ પશુસંરક્ષણ ખરડો પસાર કરી અબોલ જીવોની મુકવાચાને સ્પર્શી અભયદાનમાં નિમિત બનવા બદલ મુઠ્ઠી ઉચેરા માનવી અશકય-અસંભવને પણ શકય-સભવિત કરનાર ગુજરાતના નાથ વિજયભાઈ ‚પાણીના ભગીરથ સત્કાર્યને બિરદાવી સ્થા.જૈન મોટા સંઘ-વીરાણી પૌષધશાળામાં આદરભીનું ભાવથી મોમેન્ટ દ્વારા અભિવાદન તા.૮/૪ ને શનિવારે સવારે ૮:૩૦ કલાકે પૌષધશાળાના વિશાળ હોલમાં કરવામાં આવશે. જીવદયા પ્રેમી ભાઈઓ-બહેનોને આ પાવન પ્રસંગમાં તેઓના ભગીરથકાર્યને જયનાદના ઘોષથી વધાવવા ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

મુખ્યમંત્રીએ અબોલજીવોનો સુણ્યોપોકાર ‘લાઈવ એન્ડ લેટ લાઈવ’ જીવો અને જીવવા દો’ ભગવાન મહાવીરના આ સૂત્રને મુખ્યમંત્રીએ સ્વીકારી ક‚ણા વરસાવી છે. કહેવાય છે કે પુણ્યશાળીના પગલે સત્કાર્યના હોય અનેરા નિધાન. ભરતભરમાં સહ પ્રથમવાર જ આવું ક‚ણાસભર મહાન સત્કાર્યનું પૂણ્ય મુખ્યમંત્રીએ કરેલ છે. તેના માટે સહુ જીવદયા પ્રેમીઓ ગૌરવ સાથે હર્ષની અપાર લાગણી અનુભવે છે. આવી વિરલ વ્યકિતને બિરદાવવા શબ્દો જ નથી હોતા છતા અનોખા અસ્તિત્વ… વિરલ વ્યકિતત્વ ‘યથાનામ તથાગુણા’ વિજયભાઈ ‚પાણીના વિજય ભર્યા ટકારવ અભિવાદન સહુ અનુમોદન કરીએ છીએ. તા.૮/૪/૨૦૧૭ના દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા શાસનપતિ અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના દિને સવારે ૭:૩૦ કલાકે ત્રિકોણબાગ થી પ્રભાત ફેરી શ‚ કરવામાં આવશે. જે સાંગણવા ચોક રાજેશ્રી સીનેમા ભુપેન્દ્ર રોડ થઈને ડુંગરસિંહજી ચોક થઈ વીરાણી પૌષધશાળા સ્થા.જૈન મોટા સંઘ પ્રાંગણે વિરામ પામશે. અહીં બિરાજમાન પુ.ધીરગુરુદેવના આજ્ઞાનુવતી પૂ.રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર.પૂ.તારાબાઈ મ.સ.માંગલિક પ્રવચન ફરમાવશે. તેમ સંઘ પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી તથા હોદેદારોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.