Abtak Media Google News

જુન માસમાં ૮,૪૭,૦૮૯ મુસાફરોએ સિટી બસમાં અને ૬,૨૦,૮૭૬ મુસાફરોએ બીઆરટીએસ સેવાનો લાભ લીધો

રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટ રાજપથ લીમીટેડનાં નેજા હેઠળ શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ ચલાવવામાં આવે છે જેનો જુન માસનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. બંને કુલ ૧૪.૬૭ લાખ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો.

આ અંગે વધુ માહિતી મુજબ સિટી બસમાં જુન માસમાં ૮,૪૭,૦૮૯ મુસાફરોએ લાભ લીધો છે. બસમાં બસ ઓપરેટર મારૂતી ટ્રાવેલ્સ, ફેર કલેકશન કરતી એજન્સી ડી.જી.નાકરાણી, સિકયોરીટી એજન્સી નેશનલ સિકયોરીટીને કામમાં બેદરકારી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ૮૦ મુસાફરો ટીકીટ વગર પકડાતા તેઓ પાસેથી રૂા.૮૪૭૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. વેલેડીટી વિનાનાં ૧૫ પાસ જપ્ત કરવામાં આવ્યા છે. ૧૬ કંડકટરને ગેરરીતી સબબ કાયમી ધોરણે ફરજ મુકત કરાયા છે. બીઆરટીએસમાં એક માસમાં ૬,૨૦,૮૭૬ મુસાફરોએ લાભ લીધો છે. ઓપરેટર શ્રી માતેશ્ર્વરી ટ્રાવેલ્સ, સિકયોરીટી એજન્સી જે.કે.સિકયોરીટીને કામમાં ક્ષતિ બદલ દંડ ફટકારાયો છે. ૬ મુસાફરો ટીકીટ વિના પકડાતા તેઓ પાસેથી રૂા.૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે વેલેડીટી પૂર્ણ થઈ ગઈ હોય તેવા ૧૧ પાસ જપ્ત કરવામાં આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.