Abtak Media Google News

અબતક, રાજકોટ

ઓલ ઇન્ડિયા BSNL DOT પેન્શનર્સ એસોસિએશનના ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી મનુભાઇ ચનિયારાએ રેલ્વેમાં સિનીયર સીટીઝન 60 વર્ષથી ઉપરની ઉંમરના પુરૂષ માટે 40% અને 58 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે મળતા 50% કન્સેશન  જે કોરોનાને લઇ માર્ચ 2020 બંધ કરાયેલ તે ફરીને લાગુ કરવા માટે તથા સિનીયર સીટીઝન જે રેલ્વેમાં મુસાફરી કરવા બીજા ઉપર આધારિત હોય તેવા સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટમાં રૂા.10 માંથી રૂા.50 જે વધારો કરેલ તે પાછો લેવા રેલ્વે બોર્ડના ચેરમેન તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરેલ.

ઓલ ઇન્ડિયા BSNL DOT  પેન્શનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.જી. જયરાજએ પણ રેલમંત્રી અશ્ર્વિની વૈશ્ર્નવને પણ આ અંગે ઘટતા પગલાં લેવા રજૂઆત કરતા જણાવેલ છે કે મોટા ભાગે સિનીયર સીટીઝનએ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધેલ છે. કોરોના કેસ પણ ઘટેલ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇ સિનીયર સીટીઝન કોરોનાને લઇ માર્ચ 2020 બંધ કરાયેલ કન્સેશન  ફરીને લાગૂ કરવા અને પ્લેટફોર્મ ટિકિટમાં રૂા.10માંથી રૂા.50 જે વધારો કરેલ તે પાછો લેવા સાહનુભૂતિપૂર્વક વિચારી ઘટતા પગલાં લેવા રજૂઆત કરેલ.

BSNL DOT ના પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સને તા.01/10/2020 થી તા.30/06/2021 સુધીનું મોંઘવારી ભથ્થું કેરલ હાઇકોર્ટના ચુકાદા મુજબ ઇજગક ના કર્મચારીઓને ચુકવવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનના ઓર્ડર પછી BSNL DO મેનેજમેન્ટ તરફથી ઓર્ડર કરવામાં આવેલ છે. તે જ પ્રમાણે તા.01/10/2020 થી તા.30/06/2021 સમય ગાળામાં નિવૃત થનારને તેની જમા રજાનું તથા ગ્રેજ્યુટીની રકમનું પેમેન્ટ માટે પણ તા.01/10/20 થી તા.30/06/2021 સમયગાળા માટેના મોંઘવારી ભથ્થા સાથે ચુકવવા ઓર્ડર કરેલ છે.

આથી BSNL DOT ના પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સને તા.01/10/2020 થી તા.30/06/2021 સુધીનું મોંઘવારી ભથ્થું ચુકવવા નિર્મલા સિતારામન નાણાંમંત્રી, ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના સેક્રેટરી તથા ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના સેક્રેટરી સમક્ષ મનુભાઇ ચનિયારા પીએ ગુજરાતના સર્કલ સેક્રેટરીએ તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રીએ રજૂઆત કરેલ છે.

સાથેસાથે ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી મનુભાઇ ચનિયારાએ પેન્શન વિભાગને હસ્તક હોઇ સંચારમંત્રી અશ્ર્વિની BSNL DOT ના પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સને પગારપંચથી ડીલીન્ક કરી 15%ના ફીટમેન્ટ સાથે તા.01/01/2017 થી પેન્શન રીવીઝન કરવા માટે રજૂઆત કરેલ છે લગભગ પાંચ વર્ષ જેવો સમય પસાર થઇ ગયેલ હોઇ અને બે સંચારમંત્રી બદલી ગયા બાદ પણ BSNL DOT ના પેન્શનર્સ તથા ફેમેલી પેન્શનર્સના પેન્શન રીવીઝનનો પ્રશ્ર્ન અણઉકેલ રહેલ હોવાનું મનુભાઇ ચનિયારાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.