Abtak Media Google News

આજે પાર્લામેન્ટમાં રજૂ થયેલા બજેટમાં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના મુદ્દે બીજેપી સરકાર સતત દબાણમાં હતી. તે જોતાં સરકારે ખેડૂતોની નારાજગી દૂર કરવા અને તેઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાની દિશામાં મોટી જાહેરાત કરી છે. સરકારે ખેડૂતોને 6,000 રૂપિયા પ્રતિ વર્ષના દરથી મદદ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે ઇન્ટરિમ બજેટ 2019 રજૂ કરતા ખેડૂતોને મોટો ઉપહાર આપ્યો છે. સરકારે ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી ઇન્ટરિમ બજેટમાં ખેડૂતોને સ્પષ્ટ રીતે આર્થિક મદદ આપવાનો નિર્ણય કરતા ઇનકમ સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, જે ખેડૂતોની પાસે 2 હેક્ટર જમીન છે તેઓને પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયા આપવામાં આવશે.

મોદી સરકારે ગાય માટે પણ બજેટમાં ખાસ મહત્વ આપ્યું છે. પીયૂષ ગોયલે રાષ્ટ્રીય કામઘેનુ યોજનાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે પશુપાલન અને મત્સ્ય પાલન માટે લોનમાં 2 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલે બજેટમાં જાહેરાત કરી છે કે, પશુપાલન માટે ખેડૂતોને ક્રેડિટ કાર્ડથી લોન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.