Abtak Media Google News

વર્ષ ૨૦૧૯-૨૦માં કપાસની નિકાસમાં ૧૯ ટકાનો વધારો નોંધાશે: ૫૦ લાખ ગાંસડીના નિકાસની સંભાવના

ભારતના કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ આશાવાદ વ્યકત કર્યો છે કે, ભારતના કપાસની નિકાસ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯ ટકાનો વધારો નોંધાય તેવી આશા સેવવામાં આવી છે જેમાં ૩ લાખ ગાંસડીઓના વધારા સાથે નિકાસ ૫૦ લાખ ગાંસડીની થવાની સંભાવના સેવાઈ રહી છે. બીજી તરફ દેશભરમાં સારો વરસાદ અને નિકાસમાં વધારો થતા વાઈટ ગોલ્ડ ચમકશે તો નવાઈ નહીં. કોટન એસોસીએશનનાં જણાવ્યા મુજબ કપાસની નિકાસમાં કુલ ૪૭ લાખ ગાંસડીઓનો સમાવેશ થવા જણાવાયું હતું પરંતુ સારા વરસાદના કારણે વધુ ૩ લાખ ગાંસડીઓ થતા કુલ નિકાસ ૫૦ લાખ ગાંસડીઓ થવાની સંભાવના સેવાઈ રહી છે. ગત વર્ષ એટલે કે ૨૦૧૮-૧૯માં કપાસની નિકાસ ૪૨ ગાંસડીઓ રહેવા પામી હતી જેમાં ચાલુ વર્ષમાં ૮ લાખ ગાંસડીની નિકાસ વધારે થશે જે દેશની આવકમાં અનેકગણો વધારો કરશે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ૩૧ જુલાઈ સુધીમાં કુલ ૪૩ લાખ ગાંસડીઓને શીપમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને બાકી રહેતી ૭ લાખ ગાંસડીઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં તેની નિકાસ કરાશે. ગત વર્ષની સરખામણીમાં કપાસની સપ્લાય વર્ષ ૨૦૨૦ના જુલાઈ માસમાં ૩૯૨.૪૦ લાખ ગાંસડીઓ રહેવા પામી હતી જેમાં ૧૫ લાખ ગાંસડીઓની આયાત કરવામાં આવી હતી અને દેશ પાસે તેનો ઓપનીંગ સ્ટોક ૩૨ લાખ ગાંસડીઓનો રહેવા પામ્યો હતો. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ડોમેસ્ટીક ક્ધઝકશન વર્ષ માટે ૨૫૦ લાખ ગાંસડીઓનું છે જે કોવિડ પહેલાની પરિસ્થિતિમાં ૩૦ લાખ ગાંસડીઓ કરતા ઓછુ જોવા મળ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૩૫૪ લાખ ગાસડીના રૂના ઉત્પાદનમાંથી જુલાઇ ૨૦૨૦ સુધીમાં ૩૪૫ લાખ ગાસડીની આવક થઇ ગઇ છે. ક્રોપ કમિટિ દ્વારા તૈયાર થયેલા સુધારીત અંદાજમાં પુર્વિ વિસ્તારમાં ૩ લાખ ગાસડી, મધ્યભાગમાં ૧૩ લાખ ગાસડી અને દક્ષિણભાગમાં ૩.૨૫ લાખ ગાસડીનું ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

વર્ષના અંત દરમિયાન કપાસની આયાત ૧૬ લાખ ગાસડી જેટલી જોવા મળી હતી જે ગત વર્ષમાં ૩૨ લાખ ગાસડી હોવાનું સામે આવ્યું છે. નિકાસ અંગે જો વાત કરવામાં આવે તો ગત વર્ષે ૪૨ લાખ ગાસડીનું નિકાસ કરવામાં આવી હતી જેમાં આ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૧૯-૨૦માં ૮ લાખ ગાસડી વધીને ૫૦ લાખ ગાસડી રહેવાની ધારણા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કપાસના ભાવ નીચા હોવાના કારણે નિકાસમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે. જુલાઇમાં ૧૫ લાખ ગાસડીની આયાત સામે ૪.૩ લાખ ગાસડીનો નિકાસ કરવામાં આવ્યો હતો. જ્યારે જુલાઇ માસમાં સ્થાનિક વપરાસમાં ગાસડીનો ઉપાડ ૨૦૬ લાખ ગાસડીનો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.