Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૦૭૧.૧૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૨૬૨.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૨૨૧.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૭.૭૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૫.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૩૪૬.૮૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૨૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૫૩.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૭૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૫૩૩૯૦ ના મથાળેથી ખુલીને રૂ.૫૩૪૨૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૩૧૨૨ ના નીચા મથાળે નોંધાવી ૧૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૩૨૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૫૩૭૦ ના મથાળેથી ખુલીને રૂ.૬૫૩૭૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૫૦૨૫ ના નીચા મથાળે નોંધાવી ૨૯૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૫૦૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોનાના કાળ વચ્ચે અનલોક – ૩ ની કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે રાષ્ટ્રવ્યાપી માર્ગરેખાઓ જાહેર કરવામાં આવી હતી. કોરોના વાઇરસને પગલે ૨૫ માર્ચે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યાર બાદ સરકાર દ્વારા અનલોક – ૩ દ્વારા વધુ છૂટછાટ મળતા આજે ભારતીય શેરબજારનમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ મંત્રાલય અનુસાર રાત્રી દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર જે પ્રતિબંધ હતો તેને પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. વૈશ્વિક સંકેત પોઝિટિવ રહેતા આજે ભારતીય શેરબજારને પણ સપોર્ટ મળ્યો હતો. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો બુધવારે અમેરિકી શેરબજારમાં ડાઉ જોન્સ ૦.૬૧%, નાસ્ડેક ૧.૩૫% અને S&P 500 ૧.૨૪%ના ઉછાળા સાથે સેટલ થયા છે. જ્યારે એશિયન માર્કેટમાં જાપાન નિક્કી ૨૨૫  ૦.૧૨% ગગડીને, હોંગકોંગ હેંગસેંગ ૧.૦૫% અને ચાઈનાનો કમ્પોઝિટ્સ ૦.૦૯% ઉછળ્યા છે. જ્યારે કોસપી ૦.૨૦% વધીને ટ્રેડ કરી રહ્યો છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૭૧ અને વધનારની સંખ્યા ૧૨૩૩ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અથવા એફઆઇઆઇ બજાર માટે વધુ પોઝિટિવ રહ્યા છે. જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અથવા ડીઆઇઆઇ હાલમાં પ્રોફિટ બૂકિંગ કરી રહ્યા છે. કોરોના મહામારી લાભ થઈ શકે તેવી કન્ઝ્યુમર ગૂડ્ઝ અને હેલ્થકેર કંપનીઓને એફઆઇઆઇ પ્રથમ પસંદગી આપી રહ્યા છે. આજે ડેરિવેટીવ્ઝમાં જુલાઈ વલણનો અંત હોઈ મોટી અફડાતફડીની શકયતા નકારી ન શકાય. જેથી ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે. આ કપરા સમયમાં સૌથી વધુ ભરોસાપાત્ર સંપત્તિ તરીકે સોનાએ તેનો દરજ્જો જાળવી રાખ્યો છે. આ કીમતી ધાતુમાં અસાધારણ તેજી આવી છે. ડોલરના સંદર્ભમાં તેમના ભાવ કોમેક્સમાં ૧૯૮૦ના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ઘરેલુ બજારમાં પણ સોનાના ભાવ રૂ.૫૦,૦૦૦ની સપાટી વટાવી ગયા છે. સોનાનું નજીકનું સ્પર્ધક ચાંદી પણ આ તેજીમાં જોડાઈ છે. ચાંદીમાં પણ અસાધારણ તેજી આવી છે. વિશ્વમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો તથા અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલીને કારણે આ બંને ધાતુમાં તેજી નોંધાઈ છે. તેજીને સહાય કરતું બીજું પરિબળ યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરવામાં આવેલું અંદાજીત ૭૫૦ અબજ ડોલરનું સ્ટિમ્યુલસ પેકેજ છે. અમેરિકામાં પણ બીજા રાઉન્ડમાં એક ટ્રિલિયનના સ્ટિમ્યુલસ પેકેજની ધારણા છે. આ સ્ટિમ્યુલસ પેકેજથી બોન્ડની યીલ્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેનાથી સોનાના ભાવને વેગ મળી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં વાસ્તવિક યીલ્ડ નીચી રહેવાની ધારણા છે, કારણ કે હાલમાં વ્યાજદર નીચા છે અને ફુગાવામાં વધારો થવાની ધારણા છે. તેથી સોનાના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેવાની ધારણા છે. સોનાના ભાવને સપોર્ટ આપતું બીજું મહત્ત્વનું પરિબળ અમેરિકાના ડોલરમાં નરમાઈ છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • HDFC લિમિટેડ ( ૧૮૭૫ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૪૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૮ થી રૂ.૧૯૦૯ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ ( ૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ડીગો ( ૮૯૭ ) :- રૂ.૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૮૬૮ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિ. ( ૬૮૭ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૭ થી રૂ.૭૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પેટ્રોનેટ LNG ( ૨૪૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓઇલ માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૫૭ થી રૂ.૨૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.