Abtak Media Google News

૧૪,૦૦૦ ફૂટની ઉંચાઈ પર યાત્રા માટે ૧૩ થી ૭૫ વર્ષ સુધીના યાત્રાળુઓ ઉમટી પડશે

જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ યાત્રાનો આગામી ૨૯મી જુનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભગવાન શિવના દર્શન માટે યાત્રામાં મેદની ઉમટી પડશે. આ જનમેદનીને સુરક્ષા પુરી પાડવા માટે ૩૦,૦૦૦ પેરામીલીટરી

તેમજ સ્થાનિક પોલીસના સ્ટાફને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. આ સઘન સુરક્ષા અમરનાથના બે રુટમાં ઉભી કરવામાં આવશે અને તેના માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એવું ગૃહમંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અમરનાથ યાત્રાનો પ્રારંભ ૨૯મી જુનથી થશે. તેમજ તે આગામી ૭ ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાઈન એ હિમાલય પર ૧૨,૭૫૬ ફુટની ઉંચાઈ પર આવેલ છે. તેમજ શ્રીનગરથી ૧૪૧ કિ.મી. દુર આવેલ છે. અમરનાથજી શ્રાઈન બોર્ડ (એસ.એ.એસ.બી.) દ્વારા વર્ષમાં એક વખત ૧૪,૦૦૦ ફુટ સુધી ઉંચાઈએ જવા ઈચ્છનાર માટે એક ટ્રેકનું આયોજન કરવામાં આવે છે.

જે લોકો આ ટ્રેકમાં જોડાવવા માગતા હોય તેણે શ્રાઈનને મેડિકલ સર્ટીફીકેટ રજુ કરવુ પડે છે. તેમજ ૧૩ વર્ષથી ઉપરના ૭૫ વર્ષ સુધીના લોકો તેમાં જોડાઈ શકે છે. ત્યારે આ ઉંમરના હજારો યાત્રિકો તેમાં જોડાશે.

ગૃહમંત્રી રાજનાથસિંહ, જમ્મુ-કાશ્મીરના ગર્વનર એન.એન.વ્હોરા અને યુનિયન હોમ સેક્રેટરી રાજીવ મેહરીષી દ્વારા શ્રાઈન ખાતે પ્રથમ દિવસે ટ્રેકનો પ્રારંભ કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.