Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… Chotilla Seva Camp 001ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.