Abtak Media Google News

ભાજપના નેતાઓ ચાઈનીઝ  વસ્તુ ખરીદે  તેનો મતલબ શું ? વશરામ સાગઠીયાનો અણીયારો  સવાલ

અબતક,રાજકોટ

ભાજપની કારોબારીની કેવડિયા  ખાતે મળી હતી તમામ ભાજપના આગેવાનોને ગુજરાત ભાજપના પ્રમુખ દ્વારા 700 ચાઈનીઝ ટેબલેટ આપવામાં આવ્યા ભાજપ આ પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા લેવલ સુધી પહોંચાડવા માંગે છે તેથી બીજા પણ 10000 ટેબ્લેટને જરૂરિયાત ઊભી થશે તે ખરીદવા માટે પણ ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે ચીન સાથે અને તેની કંપનીઓ સાથે આ ચાઈનીઝ ટેબલેટ ખરીદવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે એક તરફ ભારતની અને ગુજરાતની પ્રજાને ભાજપના નેતાઓ ચાઈનીઝ વસ્તુઓ ખરીદવાની ના પાડે છે અને વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી આત્મનિર્ભર ભારત બનાવવા નીકળ્યા છે ત્યારે આ આત્મનિર્ભર યોજનાનું ગુજરાત ભાજપના વડાઓ એ જ વડાપ્રધાન  ની આત્મનિર્ભર યોજનાનું સુરસુરિયું કરી નાખ્યું છે એક તરફ ભારતની સરહદો ઉપર કબજો જમાવવા ઈચ્છુક જે દેશ ચીન છે તે દરરોજ પેતરા થી આખા દેશના લોકો કંટાળી ગયા છે તેમાંય ખાસ કરીને ગુજરાતના લોકોએ તો ચાઈનીઝ વસ્તુઓ ખરીદવાનું એકદમ ઓછું કરી નાખ્યું છે પણ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ને ચીન ઉપર વધારે પ્રેમ હોય તેવું દેખાય છે જો કોંગ્રેસે આવી ભૂલ કરી હોય તો કોંગ્રેસ દેશવિરોધી છે તેઓ ભાજપના લોકો બરાડા પાડી પાડીને કહેતા હોય પરંતુ પોતે જ ચાઈનાની વસ્તુ ખરીદે ત્યારે તેમને શરમ આવવી જોઈએ.

શું ભારતમાં ટેબલેટ નથી બનતા ? પોતાના દેશની જનતાને અને પોતાના દેશની કંપનીઓને ફાયદો થાય તેવું ભાજપના લોકો નથી ઈચ્છતા. લોકોનો મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવડીયા કોલોની અને કારોબારીની મીટીંગ મળી તેમાં 700 સભ્યોને ચાઇનાના ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ બીજા 10000 ટેબ્લેટ તાલુકા લેવલ સુધીના કાર્યકરોને આપવાના છે એટલે કે 10700 જેટલા ટેબલેટોની ખરીદીમા લાખો.કરોડો રૂપિયાનો ખચે થાય આ ખર્ચ કોણ કરી રહ્યું છે કઈ કંપની કરી રહ્યું છે એ કંપનીને કયો લાભ લેવા માટે કરી રહ્યું છે કે પછી દાન આવ્યું છે અને એ દાન કોણે આપ્યું છે શેનો લાભ લેવા માટે આપયુ છે આવા અનેક પ્રશ્નો ગુજરાતની જનતાના મનમાં ઉદભવ્યા છે ભાજપે ગુજરાતની જનતાને આનો જવાબ આપવો જોઈએ. તેમ મહાપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.