Abtak Media Google News

તા. ૭.૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ  તેરસ, પૂર્વાભાદ્રપદા   નક્ષત્ર, બ્રહ્મ  યોગ, વિષ્ટિ   કરણ આજે  સવારે ૭.૪૦ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

–સમગ્ર એપ્રિલ માસ વધુ કાળજી થી ચાલવાનો રહેશે

અત્રે અગાઉ લખ્યા મુજબ ભારતની અખંડતા જાળવી રાખવા માટે વિદેશોમાં પણ આપણી એજન્સીઓ સક્રિય બની છે અને કેનેડા થી લઈને પાકિસ્તાન અને ચીન થી બાંગ્લાદેશ સુધી દરેક જગ્યાએ ભારતવિરોધી તત્વો સામે કાર્યવાહી થઇ રહી છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું વળી બે ગ્રહણ અને શનિ મંગળ યુતિના ચાલતા અત્રે જણાવ્યા મુજબ રાજનીતિથી લઈને વિદેશનીતિ સુધી ખુબ ચહેલ પહેલ છે ગ્રહણના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ન્યૂજર્સીમાં પણ ભૂકંપ અનુભવાયો છે અને સુનામી માટે પણ સતર્ક કરવામાં આવ્યા છે  જે વિષે અત્રે લખી ચુક્યો છું! અને એ જ રીતે અનેક બાબતોમાં અચાનક પરિવર્તન જોવા મળી રહ્યા છે તો અનેક જગ્યાએ આતંકીઓ પોતાના મેલા મનસૂબા પાર પાડવા દોડી રહ્યા છે આ બધા વચ્ચે આપણી સેના અડીખમ ઉભી છે. આવા જ એક બનાવમાં બંગાળમાં એનઆઈએની ટિમ પર હુમલો થયો છે અને આંતરવિગ્રહ હજુ ના વધે તે જોવું રહ્યું ઘણા રાજ્યોમાં આંદોલન અને અંતરવિગ્રહની પરિસ્થિતિ આ યુતિના કારણે જોવા મળી શકે છે અને ગોચર ગ્રહો ને બે ગ્રહણની અસર જોઈએ તો સમગ્ર એપ્રિલ માસ વધુ કાળજી થી ચાલવાનો રહેશે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.