Abtak Media Google News
  • ઉદ્યોગ અને ખાણ વિભાગના કામોમાં  અધિકારીઓના વિલંબને કારણે સરકારે નવ સમિતિઓની પુનઃરચના કરી મંત્રીને સતાઓ સોંપી દીધી

‘બાબુશાહી’ને સાઈડલાઈન કરી હવે સરકાર સીધી દેખરેખ નીચે કામગીરી કરવા તરફ આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગના કામોમાં અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હોય,  વિવિધ સમિતિઓની પુનઃરચના કરી છે, જેમાં ટોચના અમલદારોને બદલે ઉદ્યોગ મંત્રીને વધુ સત્તાઓ સોંપવામાં આવી છે.

ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે વહીવટી શાખા દ્વારા દરખાસ્તો મંજૂર કરવામાં વિલંબતાને કારણે વિવિધ પ્રોજેક્ટ્સની મંજૂરીમાં વિલંબ થઈ રહ્યો છે તે પછી આ પગલું લેવામાં આવ્યું છે.

7 માર્ચે નવ સરકારી દરખાસ્તોનો સમૂહ જારી કરવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગ પ્રધાનનું સમિતિઓના વડા તરીકે નામ આપવામાં આવ્યું હતું જ્યાં પ્રોત્સાહન-સંબંધિત દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.

જે નવ સમિતિઓની પુનઃરચના કરવામાં આવી છે તેમાં મોટા પાયાના ઉપક્રમોના પ્રમોશન માટેની સમિતિ, ઔદ્યોગિક માળખાકીય સુવિધા માટે સહાયતા માટેની સમિતિ, મેગા/ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની મંજૂરી, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની મંજૂરી અને મોટા ઉદ્યોગો માટે મૂડી સબસિડી મંજૂર કરવા માટે ક્ષેત્રો, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ યોજનાઓ મંજૂર કરવા, ઔદ્યોગિક ઉદ્યાનો મંજૂર કરવા, પ્લાસ્ટિક ઉદ્યોગને પ્રોત્સાહનો માટેની દરખાસ્તો મંજૂર કરવા અને સામાન્ય પર્યાવરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાયતા માટેની સમિતિઓનો સમાવેશ થાય છે.

જ્યાં કંપનીઓનું રોકાણ રૂ. 500 કરોડથી વધુ છે ત્યાં મંત્રી પ્રોત્સાહક સમિતિનું નેતૃત્વ કરશે.  સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમઓને ઉદ્યોગો તરફથી એવી રજૂઆતો પણ મળી છે કે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળના પ્રોત્સાહક દરખાસ્તોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.