Abtak Media Google News

અફઘાન ખનીજ ચીજ-વસ્તુઓથી પરિપૂર્ણ: જયારે નિકાસ કરવામાં નિષ્ફળ

નરેન્દ્ર મોદીની દુરંદેશી દ્રષ્ટીથી વિશ્વ આખુ પરિચીત છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ઈરાનના ચાબહાર પોર્ટને સંભાળવાની વાત કરી હતી ત્યારે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન ખનીજ ચીજ-વસ્તુઓથી પરિપૂર્ણ છે પરંતુ અફઘાનિસ્તાન તેનો નિકાસ કરવામાં નિષ્ફળ નિવડયું છે. ત્યારે પાકિસ્તાનને બાયપાસ કરી અફઘાનિસ્તાન ચાબહાર પોર્ટ મારફતે ભારત સાથે વ્યાપારની નવી રાહ ખોલી છે. વાત કરવામાં આવે તો અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટતાની સાથે જ અફઘાનિસ્તાનનો હાથ કોણ પકડશે તે મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થયો છે. ત્યારે ભારત સાથે અફઘાનિસ્તાને રહેવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે.

Advertisement

ભારત સાથે અફઘાનિસ્તાનના દરિયા પારના વ્યાપાર ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે ચાબહાર બંદરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના વ્યાપારીક સંબંધો દાયકાઓથી શુદ્રઢપણે ચાલી રહ્યાં છે. હવે તેમાં વધુ ઝડપ લાવવામાં આવી રહી છે. સત્તાવાર રીતે અફઘાનિસ્તાનથી ૫૭ ટન સુકો મેવો, ટેકસટાઈલ્સ, ગાલીચા અને વિવિધ ખનીજ આધારીત વસ્તુઓના ૨૩ ટકાનો માલ અફઘાનિસ્તાન મારફતે ઈરાનના ચાબહાર બંદરથી મુંબઈ દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવશે.

વાત કરવામાં આવે તો ચાબહાર બંદરથી જોડીયા બંદરનું અંતર ખુબજ નજીક છે. જેથી સૌરાષ્ટ્રને પણ આનો મહત્વપૂર્ણ લાભ મળી રહેશે. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ આ નવા વિકાસ રૂટના ઉદ્ઘાટન અંગે જણાવ્યુ હતું કે, ધીરે-ધીરે નિકાસની પ્રક્રિયા સુધારવામાં આવશે અને પરિવહન ખર્ચ ઘટાડીને વેપારમાં વધુ નફો કરાશે. ભારત-ઈરાન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોથી વિકસેલા ચાબહાર બંદર ભારતની સાથે-સાથે ઈરાન અને અફઘાનિસ્તાનની આર્થિક વ્યવસ્થા સુધારવા માટે ઉપયોગી થશે.

ઈરાન બંદર વિભાગે અફઘાનિસ્તાન અને ભારત માટે પોતાનો દરિયાઈ માર્ગ ખોલીને બન્ને દેશોના વ્યવહારમાંથી પાકિસ્તાનની બાદબાકી કરી નાખી છે. ગયા વર્ષે અમેરિકા સરકારે ચાબહાર બંદરના વિકાસ માટે નડતરરૂપ કેટલાક પરિબળો દૂર કર્યા હતાં.

અફઘાનિસ્તાનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ દવાઓ અને ફળની આયાત નિકાસ માટે વધુ સરળતા રહે તે માટે ઈરાનનું ચાબહાર બંદર આશિર્વાદરૂપ રહેશે. ભારતે અફઘાનિસ્તાનમાં ૧.૧ મીલીયન ટન ઘઉં અને ૨૦૦૦ ટનની અન્ય સામગ્રી ચાબહાર બંદર મારફતે અફઘાનિસ્તાન મોકલી હતી.

ભારત અને અફઘાને ૨૦૧૭માં હવાઈ કોરિડોરની સ્થાપના કરી ભારતમાં ૭૪૦ મીલીયન ડોલરની નિકાસ કરી હતી. ઈરાન અને ભારતના સંબંધોની ફળશ્રુતિ રૂપે વિકાસ પામેલા ચાબહાર બંદરનો ઉપયોગ શરૂ કરીને અફઘાનિસ્તાને તેના વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે એક આગવી તક ઝડપી લીધી છે.

ભારત વિશ્ર્વ સાથે દરિયા માર્ગે વધુ સહુલતરૂપ વ્યવહાર કરી શકે તે માટે ચાબહાર બંદરનો વિકાસ કર્યો હતો. પાકિસ્તાનને ચીનના હવાલે કરી દઈ ભારતના આખાત તરફથી આવતા જહાજોને અવરોધ ઉભા કરવાની કુટનીતિ અમલમાં મુકી હતી તેની સાથે ભારતે ઈરાનના ચાબહાર બંદર વિકાસ કરી વિરોધીઓની ઈંટોનો જવાબ પથ્થરથી આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.