Abtak Media Google News

“કૂત‚ તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી જેવો મોદી સરકારનો ઘાટ !!!

મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટને વધુ મજબૂત બનાવવા સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે મહત્વપૂર્ણ પગલાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટને વધુને વધુ મજબુત બનાવવા લેવામાં આવતા પગલામાં હવે રેલવે પણ નિમિત બનવા જઈ રહ્યું છે. રેલવે હવે ઘર આંગણે પોલાદ ઉદ્યોગનું સ્થપાના અને ઘરેલું ઉત્પાદન શરૂ કરી રહ્યું છે.

કેન્દ્રીય પોલાદ મંત્રાલયે ભારતીય રેલવેના ઘરેલુ ઉત્પાદન માટેના ઉદ્યોગને લીલીઝંડી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ઘર-આંગણે જ એન્જીન અને વ્હીલ સહિતના ઉત્પાદનોના કારખાનાઓ ધમધમતા થાય તેવી યોજનાની પરિકલ્પના કરી હતી. વડાપ્રધાનના આ અભિયાનને રેલવે મુર્તિમંત્ર કરશે. ઘર આંગણે ઉત્પાદન માટે પાંચ લાખ ટન જેટલા પોલાદની આ વરસે આયાત કરવાનું આયોજન કર્યું છે.

સરકારે ગયા વર્ષે જરૂરીયાત મુજબ ચાર લાખ ટનની આયાતની મંજૂરી આપી હતી. આ વર્ષે પાંચ લાખ ટનની આયાત થશે. ઘર આંગણે જ રેલવેના માલ સામાનના ઉત્પાદન માટે વાર્ષિક ૧૪ લાખ ટનની ચાલુ વર્ષે ૧૪ લાખ ટનની આયાતની જરૂરીયાત સામે આવતા વર્ષથી રેલવેના પોલાદ ઉદ્યોગને ૧૭ લાખ ટન પોલાદની જરૂર રહેશે. સરકારના જાહેર સાહસો “સેઈલ અને “જેએસપીએલ ઘરેલુ ઉત્પાદનો માટે કાચા પોલાદની અછતનો સામનો ન કરવો પડે તે માટે સરકારના પ્રોત્સાહનની આ દિશાને કારણે વિકાસની રફતાર વધુ તેજ કરી શકશે.

રેલવે દ્વારા ઘરેલુ ઉત્પાદનો વધારવાનો ટાર્ગેટના વિસ્તરણના કારણે સંલગ્ન ઉદ્યોગોમાં રેલવેની પરિવહન આવશ્યકતા અને આંતરમાળખાકીય સુવિધાના વિસ્તરણની કામગીરી શરૂ કરી છે.

રેલવે મંત્રાલય દ્વારા પોલાદની આયાતની વધારા અને પુરતા નાણાકીય ભંડોળની વ્યવસ્થા બાદ આ યોજનાને વિસ્તરણની એક મોટી તક ઉપલબ્ધ કરાવી છે. દરેક દેશ પોતાના સ્થાનિક ઘરેલુ ઉત્પાદનો વધારવા માટે પ્રયાસો કરે છે પરંતુ ભારતમાં તે રીતે રેલવેના વિકાસ માટે પોલાદમાં આયાતમાં વધારો કરવા માટે સરકારે લીલીઝંડી આપી છે. તેનાથી ટૂંકાગાળામાં જ ઉત્પાદનોની ઘરેલુ જરૂરિયાતોની અછતનું નિવારણ આવી જશે.

આવનારા દિવસોમાં રેલવે સંપૂર્ણપણે સ્વદેશી ઉત્પાદનોથી દોડતી થઈ જશે રેલવેમાં ઈન્જીંન, પૈડા અને નેકસ્ટ જનરેશનના કોચનું ઉત્પાદનું તબકકાવાર રીતે હવે સંપૂર્ણપણે ઘર આંગણે કરવામાં આવે તે દિવસો દૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.