Abtak Media Google News

ચીજ વસ્તુના વેચાણ અને ગ્રાહકોને આકર્ષવા અંગે વિદ્યાર્થીઓમાં જ્ઞાનસંચાર કરવાનો સંચાલકોનો હેતુ ચરિતાર્થ: તપસ્વી સ્કૂલનું સફળ આયોજન

વિદ્યાર્થીકાળમાં જ ધંધો કે વ્યવસાય કઈ રીતે કરવો ? તે અંગે પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે તપસ્વી સ્કૂલ દ્વારા ત્રિદિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને ચીજવસ્તુ કઈ રીતે વેંચવી, ગ્રાહકોને કઈ રીતે આકર્ષવા વગેરે અંગે જ્ઞાન સંચાર શકય બની શકે તે હેતુથી ચરિતાર્થ થયો હતો.તપસ્વી કાર્નિવલમાં કટલેરી આઈટમ, ફુટવેરની આઈટમ, વસ્ત્રો સહિત અનેકવિધ વસ્તુઓનું વેચાણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથો સાથ ફુડ ફેસ્ટીવલનું પણ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, આ કાર્નિવલમાં તેમના દ્વારા લેડીઝ વેરની વસ્તુઓ રીઝનેબલ ભાવમાં રાખવામાં આવી છે. અહીં પ્રત્યક્ષ રીતે આત્મવિશ્ર્વાસ વધી રહ્યો છે અને માનસિકતા સુધરી રહી છે. આ પ્રસંગે ભાર્ગવ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેમના સ્ટોલમાં મેન્સ તથા લેડીઝ એસેસરી રાખી છે. આશા છે કે કેવી રીતે વ્યાપાર કરી શકાય તેનું સ્કૂલ દ્વારા સારું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ પ્રસંગે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ કહ્યું કે, તેના સ્ટોલમાં લેડીઝ વર્ગ માટે પારંપરીક મોજડી રખાઈ છે. જેના ભાવ ૧૬૦ થી ૩૦૦  જ રાખવામાં આવ્યા છે. જેથી તમામ લોકોને ખરીદી પરવડી શકે.તપસ્વી કાર્નિવલમાં આવેલા ભુવનેશભાઈએ જણાવતા કહ્યું હતુ કે, જે કાર્નિવલ ખુબ જ સારું છે, જેથી વિદ્યાર્થીઓમાં વ્યાપાર કરવાની કળાનું સંચાર થતું હોય છે. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. ફુડ ઝોનમાં પણ કવોલિટી પ્રોડકટ રાખવામાં આવી છે. જેની અનુભુતી ઘર જેવી જ લાગે છે. તપસ્વી સ્કૂલમાં અભ્યાસ કરતા જયનિલ જસાપરાએ વાત કરતા જણાવ્યું હતું કે, માર્કેટમાં કેવી રીતે ઈનવોલ થવું તેના માટે એક નાનકડું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. જેને લઈ તેઓ પોતાના સ્ટોલમાં ફાયર પાન, ચોકલેટ પાન, માં કરેલ, ઈટાલીયન ટાકોઝ સહિત અનેક વસ્તુઓ રાખવામાં આવી છે. ભાગ અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, ભાવ ૧૦ થી ૫૦ ‚પિયા રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.