Abtak Media Google News
  • રૂરલ એરિયામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર અંતર્ગત સર્વે હાથ ધરાયો
  • રાજકોટ જીલ્લામાં 4 શંકાસ્પદ કેસ: 55 મેડિકલ ઓફિસરોની 28 ટીમ 35,000 બાળકોનો સર્વે કરશે

કોરોના વાયરસ હળવો થતા રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય કામગીરી હાથધરી સર્વે કરવામાં આવી થયો છે. એવી જ રીતે હાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોમાં જોવા મળતા ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર એટલે કે એકાંતપણાનો શિકાર બનતા બાળકોનો સર્વે હાથધરી તેમને થેરાપી દ્વારા ઉજાગર કરવામાં આવશે.

રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રૂરલ એરિયામાં આવા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 55 મેડિકલ ઓફિસરની 28 ટીમ આ સર્વે કરી રહી છે. જેમાં જેતપુર સહિત કુલ ચાર બાળકો શંકાસ્પદ રીતે એકાંતપણાનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યું છે.

ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર અર્થાત દોઢથી ચાર વર્ષના બાળકમાં જોવા મળતી જિનેટિક બીમારી છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના 55 મેડિકલ ઓફિસર દ્વારા જિલ્લાના 35,000 બાળકો પર સરવે કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતના પ્રથમ 4 કેસ રાજકોટમાં મળી આવ્યા છે. જેમનું સર્વે બાદ જરૂર પડે થેરાપી પણ આપવામાં આવશે.

આ લક્ષણ વિશે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે ઓટિઝમ એ એક એવી માનસિક બીમારી છે જેના લક્ષણો જન્મથી અથવા બાળપણથી દેખાય છે. આ રોગ ધરાવતા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે. ઓટિઝમ માટે ગુજરાતીમાં કોઈ ચોક્કસ શબ્દ નથી પણ તેને પસ્વલીનતાથ કહી શકાય. એટલે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવું, પોતાના વિચારોમાં ખોવાઈ જવું. દુનિયા સાથે કોઈ લેવા-દેવા નહીં. આ બધું બાળક ત્રણ વર્ષનું થાય તે પહેલાં શરૂ થાય છે.

બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે તેના કૂમળા મગજમાં કોઈ ક્ષતિ થઈ હોય અને જન્મ પછી એ ક્ષતિ વધે, એને કારણે ઓટિઝમ થાય છે અથવા બાળકના મગજમાં રસાયણોની અસમાનતા થાય ત્યારે પણ ઓટીઝમ થઈ શકે છે.

વર્તમાન સ્થિતિ અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે હાલ રાજકોટમાં ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરના ચારેય શંકાસ્પદ બાળકોને રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલીને પગલે બાળકોમાં અનેક પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે, દરમિયાન ભૂલકાંઓને ઓટિઝમ નામનો રોગ થવાનાં પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે આ પ્રકારના રોગના લક્ષણો ધરાવનાર બાળકોને વહેલી તકે સમયસર સારવાર આપી શકાય તેવા હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં અંદાજે 35,000 બાળકનો સર્વે કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

જે કોઈ બાળક માં આ લક્ષણો જણાશે કે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંતો દ્વારા સર વાત કરવામાં આવશે અને જરૂર પડે તેમના માતા-પિતાને પણ બાળકોની રેહણી કેહણી અંગે સલાહ સુચના આપવામાં આવશે. વધુ કોઇ લક્ષણ જણાય તેવા બાળકોને થેરાપી દ્વારા ઈલાજ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.