• છગ્ગો ફટકારી યશસ્વી જયસ્વાલે સદી પુરી કરી: અય્યર-ગિલ ફરી એકવાર ફ્લોપ

નેશનલ ન્યુઝ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ આજથી વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી. જોકે ટીમની શરૂઆત એટલી ખાસ રહી ન હતી અને રોહિત માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો હતો.વિશાખાપટ્ટનમની ફ્લેટ વિકેટ પર માત્ર 34 રન બનાવીને આઉટ થઈ ગયો. જો કે જયસ્વાલની સદીને કારણે હાલ ભારતનો સ્કોર 230 રન 3 વિકેટ ગુમાવીને બનાવ્યો છે ત્યારે હવે ભારત 400+નો સ્કોર કરી ઈંગ્લેન્ડને માનસિક દબાણમાં લાવી શકશે?ભારતને ત્રીજો ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો. તેને ટોમ હાર્ટલીએ આઉટ કર્યો હતો. આ પહેલા એન્ડરસને ગિલ અને બશીરે રોહિતને આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને રજત પાટીદાર ક્રિઝ પર છે. જયસ્વાલે કરિયરની બીજી સદી ફટકારી છે. તેણે છગ્ગા સાથે પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બીજી સદી ફટકારી. તેણે 151 બોલમાં સદી ફટકારી હતી. જેમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો છે. જયસ્વાલે હાર્ટલીની ઓવરમાં છગ્ગો ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કરિયરની બીજી સદી છે. શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 131 બોલમાં 90 રનની ભાગીદારી થઈ હતી. અય્યર 27 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જયસ્વાલે ભાગીદારીમાં 63 રનનું યોગદાન આપ્યું હતું.

રજત પાટીદારનું ડેબ્યૂ

મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા તેને ભારતીય દિગ્ગજ બોલર ઝહીર ખાને ટેસ્ટ કેપ આપી હતી.રજત પાટીદારને કેએલ રાહુલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રજત ભારત માટે એક વનડે રમ્યો છે. જો કે ડેબ્યુ મેચમાં જ રજતએ સારી શરૂઆત કરી હતી.

ભારતે ત્રણ સ્પિનર, બે ફાસ્ટ જયારે ઇંગ્લેન્ડે ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી

ભારતે ત્રણ સ્પિનર, બે ફાસ્ટ જયારે ઇંગ્લેન્ડે ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે.ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે. કેએલ રાહુલના સ્થાને રજત પાટીદાર, રવિન્દ્ર જાડેજાના સ્થાને કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજના સ્થાને મુકેશ કુમારને તક આપવામાં આવી છે.જયારે ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વુડના સ્થાને જેમ્સ એન્ડરસન ટીમમાં પરત ફર્યો છે. જ્યારે સ્પિનર જેક લીચ બહાર થયા બાદ શોએબ બશીર ડેબ્યૂ કર્યું હતું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.