• ઈંગ્લેન્ડનો સકારાત્મક અભિગમ પણ ભારતે વળતો પ્રહાર કર્યો: બીજી ઇનિંગમાં અશ્વિનને ત્રણ અને અક્ષરને એક વિકેટ મળી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ડૉ.વાય.એસ.રાજશેખર સ્ટેડિયમમાં મેચ રોમાંચક બની છે. અશ્વિન બીજા ટેસ્ટની બીજી ઇનિંગમાં ત્રાટક્યો છે ઈંગ્લેન્ડના ત્રણ બેસ્ટમેનને પેવિલિયન ભેગા કર્યા છે. હવે અશ્વિન 500 વિકેટથી માત્ર એક વિકેટ જ દૂર છે. ઈંગ્લેન્ડના સકારાત્મક અભિગમે મેચને રોમાંચક બનાવી દીધો છે જો કે ભારતે સામે વળતો પ્રહાર કર્યો છે. હાલની મેચને જોતા સપષ્ટ લાગી રહ્યું છે કે, ઈંગ્લેન્ડ માટે 399નો સ્કોર પાર પાડવો લોઢાના ચણા સમાન બન્યું છે. પ્રથમ ઈનિંગમાં ભારતે 396 રન અને ઈંગ્લેન્ડે 253 રન બનાવ્યા હતા.

બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 255 રન જ બનાવી શકી જો કે લીડના આધારે ઈંગ્લેન્ડને જીત માટે 399 રનનો ટાર્ગેટ મળ્યો છે. આજે પ્રથમ સેશનમાં ભારતની સ્થીતી મજબૂત રહી હતી હજુ ઈંગ્લેન્ડ જીતથી 220 રન દૂર છે. ત્રીજા દિવસની રમતમાં ભારતીય ટીમ બીજી ઇનિંગ રમી હતી, ભારતીય ટીમ આજે 78.3 ઓવર રમીને 255 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમની આ શાનદાર ઇનિંગ બાદ ઇંગ્લેન્ડ ટીમને 398 રનની લીડ આપી હતી.

હે ઇંગ્લેન્ડ ટીમને બીજી ટેસ્ટ જીતવા માટે હવે 399 રનની જરૂર છે. ભારતીય ટીમની ઇનિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા તરફથી બીજી ઇનિંગિમાં સૌથી વધુ રન શુભમન ગીલે ફટકાર્યા હતા, શુભમન ગીલે 147 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 રનની શતકીય ઇનિંગ રમી હતી. આ ઉપરાંત અક્ષર પટેલ 45 રન અને શ્રેયસ અય્યર તેમજ રવિચંદ્નન અશ્વિન 29 રન બનાવી શક્યા હતા. ભારતીય ટીમ માટે બીજી ઇનિંગમાં કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.