Abtak Media Google News

તાજતરમાં કેનેડાના પ્રધાનમંત્રી પોતાના સમગ્ર પરીવાર સાથે અક્ષરધામ પરિસર ખાતે આવી પહોંચ્યા હતા. અક્ષરધામમાં પ્રવેશતા જ સૌપ્રથમ તેઓએ અક્ષરધામના સર્જક પ્રેરણામૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અને કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી ટુડોની સ્મૃતિ કરતાં તેમણે કહ્યું હતું કે, ‘મારી અક્ષરધામની આ મુલાકાત વેળાએ મારા પિતાશ્રી તેમજ પ્રમુખસ્વામીજી બંને સ્વર્ગમાંથી પ્રસન્નતાનું સ્મિત વરસાવી રહ્યા હશે’. આ પ્રસંગે કેનેડાના ટોરોન્ટો ખાતે આવેલા ભવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મુલાકાતને તેમજ વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાથેની મુલાકાતને પણ ખાસ યાદ કરી હતી.

03 The Prime Minister And His Familyકલાત્મક મયુરદ્વારમાંથી અક્ષરધામમાં પ્રવેશતા તેઓ પ્રારંભથી જ અક્ષરધામના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત થઈ ગયા હતા. બીએપીએસની અનેક આંતરરાષ્ટ્રીય સેવા-પ્રવૃતિઓના ક્ધવીનર અને વરિષ્ઠ સંતવર્ય પૂજય ઈશ્ર્વરચરણદાસ સ્વામી તથા અક્ષરધામના મહંત પૂજય આનંદસ્વરૂપદાસ સ્વામીએ પ્રધાનમંત્રીનું ભગવાનના પ્રાસાદિક પુષ્પહાર અર્પણ કરી તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. અક્ષરધામ મોડેલ રૂમમાં સમગ્ર સંકુલનો પરિચય પ્રાપ્ત કરી પરિવાર સાથે આ મંદિર સાથેની સ્મૃતિ-છબી પડાવી હતી. પોતાના બાળકોને અક્ષરધામના દર્શન કરાવતા ટુડો કહી રહ્યા હતા. ‘જુઓ અક્ષરધામ કેટલું સુંદર છે ! વળી તે હાથોથી ઘડાયુંં છે.’

04 Before The Murti Of Bhagwan Swaminarayan In The Main Akshardham Mandirભારતીય રાષ્ટ્રધ્વજના વેશમાં સજજ બાળકોએ પ્રધાનમંત્રીના સ્વાગતમાં મંદિરના પ્રાંગણમાં સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ તેમજ મહાન ભારતીય અવતારોના સાનિધ્યમાં તેઓએ બંને દેશમાં પ્રગતિ, પરસ્પર સંપ અને વિશ્ર્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. અક્ષરધામ પરિસરમાં જ આવેલા સંશોધન કેન્દ્ર ‘આર્ષ’ સાંસ્કૃતિક ઉદ્યાન તેમજ જીવન-ઉત્કર્ષની પ્રેરણા આપતા ભવ્ય પ્રદર્શન ખંડોની માહિતી મેળવી તેઓએ માનવ માત્રના કલ્યાણ માટે કાર્યરત આ અનુપમ સંસ્થાનની પ્રશંસા કરી હતી. અક્ષરધામના નિર્માણ વખતે આંબાના બે વૃક્ષોને કાપવા ના પડે એ માટે સંશોધન કેન્દ્રની ડિઝાઈન બદલીને તે બે વૃક્ષોને બચાવવાના સંવેદનશીલ પ્રયાસની તેમણે પ્રશંસા કરી હતી.

07 Performs Abhishek Of Neelkanth Varniઅક્ષરધામ પ્રદર્શનના પ્રવેશકક્ષમાં સ્થિત મનુષ્ય પોતે જ પોતાના સુખનો શિલ્પી છે એવો અનુપમ સંદેશ આપતા ખુદને ઘડી રહેલા શિલ્પને જોઈ, તેઓએ આવા પ્રેરણાદાયી સ્થાનોની સમગ્ર વિશ્ર્વને જરૂર છે તેવી ભાવના વ્યકત કરી હતી. ત્યારબાદ તેઓએ નીલકંઠવર્ણી પર પવિત્ર જળથી અભિષેક કરવાનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. અહીં વરિષ્ઠ સંતોએ તેઓને ભગવાનની પ્રાસાદિક નાડાછડી બાંધી મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સમગ્ર પરીવાર સાથે અભિષેકનો લાભ પ્રાપ્ત કરી વિશ્ર્વમાં શાંતિ તેમજ પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

09 The Honourable Family Performs Abhishekસમગ્ર વિશ્ર્વને સંપ, સેવા, સહિષ્ણુતા, શાંતી અને પ્રેમનો સંદેશ આપતા અક્ષરધામની પરિવાર સહિત યાત્રાનો સ્વાનુભવ વર્ણવતા પ્રધાનમંત્રી ટુડોએ મુલાકાત પોથીમાં લખ્યું હતું કે, ‘શાંતિને કેવું અનોખું ધામ ! આ અનુભૂતિનો લાભ મને, મારા પરિવારને અને વિશ્ર્વને પમાડવા બદલ આભાર ! તેમના પત્નીએ પણ અક્ષરધામની અનુભૂતિ વર્ણવતા લખ્યું: ‘એકતામાં શાંતિ ! બરાબર બપોરે ૧:૦૦ વાગ્યે પ્રધાનમંત્રી ટુડો તેમજ પરિવારે અક્ષરધામથી વિદાય લીધી હતી.

10 Pm Ties The Auspicious Thread On His Wifes Wrist

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.