Abtak Media Google News

આધાર કાર્ડ અનિવાર્ય છે કે નહીં આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો, સૌથી પહેલાં જસ્ટિસ સીકરીએ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. તેઓએ પોતાના સહિત ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર તરફથી ચુકાદો સંભળાવ્યો. પોતાના ચુકાદામાં તેઓએ કહ્યું કે આધાર કાર્ડ સામાન્ય માણસની ઓળખ છે,તેના પરનો હુમલો બંધારણની વિરૂદ્ધમાં છે.

ચુકાદો વાંચતા જસ્ટિસ એકે સીકરીએ કહ્યું કે, “એવું જરૂરી નથી દરેક વસ્તુ બેસ્ટ હોય, કંઈક અલગ પણ હોવું જોઈએ. આધાર કાર્ડ છેલ્લાં કેટલાંક વર્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે.


1.સુપ્રીમ કોર્ટે કહ્યું કે 6થી 14 વર્ષના બાળકોને સ્કૂલમાં એડમિશન માટે આધાર કાર્ડ જરૂરી નથી. સુપ્રીમે કહ્યું કે આધાર ન હોવાની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને પોતાના અધિકાર લેવા માટે ન રોકી શકાય.

2.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, CBSE, NEET, UGC જો આધારાને જરૂરી બનાવે છે તો તે ખોટું છે તેઓ આવું ન કરી શકે.
3.કોર્ટે કહ્યું કે મોબાઈલ નંબર અને બેંક ખાતા સાથે આધાર લિંક કરવું ગેર બંધારણીય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.