Abtak Media Google News
18 દર્દીઓ કેન્સરની ગંભીર બીમારીથી સંપૂર્ણ મુક્ત થયા

અબતક, નવીદિલ્હી

કેન્સર અત્યંત ગંભીર બીમારી અને રોગ છે અને તેનાથી લોકો જે પીડાતા હોય છે તેમનું જાણે વ્યર્થ બની ગયું હોય તેવું તેમને લાગે છે પરંતુ હવે જે લોકોને કેન્સર થયું હોય તેનો સંપૂર્ણ ઉપચાર શક્ય બન્યો છે જેમાં વિદેશમાં આ અંગેનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ના ડોક્ટર દ્વારા દવા ના માધ્યમ થી સો ટકા કેન્સર મુક્ત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો જેમાં તેઓને ધારી એવી સફળતા હાંસલ થઈ છે. 18 જેટલા રેકટલ કેન્સરથી પીડાતા લોકો મેં નવું જીવન મળ્યું છે.

મળાશયના કેન્સરનો સામનો કરી રહેલા લોકોનું એક ગ્રુપ ત્યારે ચોંકી ઉઠ્યું કે જ્યારે પ્રાયોગિક ઉપચાર બાદ તેઓ કેન્સરમાંથી ’સાજા’ થઈ ગયા. એક ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ, એક નાનકડા ક્લિનિકલ ટ્રાયલમાં 18 દર્દીઓને 6 મહિના માટે  ડોસસ્ટારલિમેબ નામની દવા આપવામાં આવ્યું કે જેના ચમત્કારિક પરિણામ જોવા મળ્યા અને આ તમામ લોકોનું ટ્યુમર ’ગાયબ’ થઈ ગયું.

મળતી માહિતી મુજબ,ડોસસ્ટારલિમેબ લેબમાં ઉત્પાદિત મોલિક્યુલ વાળી દવા’ છે જે માનવ શરીરમાં સબ્સ્ટીટ્યુટ એન્ટિ બોડી તરીકે કામ કરે છે. મળાશયના કેન્સરના તમામ 18 દર્દીઓને એક જ દવા આપવામાં આવી કે જેના ચોંકાવનારા પરિણામ આવ્યા અને દરેક દર્દીનું કેન્સર પૂર્ણરીતે ખતમ થઈ ગયું. શારીરિક પરિક્ષણ, એન્ડોસ્કોપી, પીએટી સ્કેન અથવા એમઆરઆઈ સ્કેનમાં તેના કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં. ન્યૂયોર્કના ડોક્ટરે કહ્યું કે કેન્સરના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે.

એક ઈન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ દર્દીઓને પોતાના અગાઉના ઉપચારમાં કેન્સર ’મટાડવા’ માટે કીમોથેરેપી, રેડિયેશન અને ઈનવેસિવ સર્જરી જેવા કઠિન ઉપાયોનો સામનો કરવો પડ્યો હતો. જેના પરિણામરૂપે કેટલાંક રોગ થાય તેવી પણ આશંકા હતી. જેથી આ 18 દર્દીઓ આગામી તબક્કા માટે ક્લિનિકલ ટ્રાયલમાં ગયા, ત્યારબાદ તેઓને કોઈ સારવારની જરૂર પડી નહીં.

હવે મેડિકલની દુનિયામાં આ પરિણામની ચર્ચા થઈ રહી છે. મીડિયા સાથેની ચર્ચામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક્સપર્ટ ડોક્ટરે જણાવ્યું કે અગાઉ ક્યારેય એવું સાંભળ્યું નથી કે કેન્સર સંપૂર્ણરીતે ગાયબ થઈ ગયું હોય. જે દુનિયામાં આ પ્રકારનું પ્રથમ રિસર્ચ છે. રિપોર્ટ દરમિયાન, હોસ્પિટલમાં દાખલ 18 કેન્સરના દર્દીઓ પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને પરિણામમાં જાણવા મળ્યું હતું કે, દવા આપ્યા પછી ડોક્ટરોને 18 દર્દીઓના શરીરમાં કેન્સરના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. જો કે 18 દર્દીઓના આ સેમ્પલનું કદ નાનું છે, પરંતુ તેમ છતાં તેના પરિણામોને આ જીવલેણ રોગની સારવારની દિશામાં બદલાતો ખેલ માનવામાં આવી રહ્યો છે અને આ દવાનો ઉપયોગ કેન્સરની બિમારીની સારવાર માટે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.