Abtak Media Google News

સામાન્ય રીતે દરેક રોગની સામે લડવા માટે દ્દઢ મનોબળ ખૂબજ જરૂરી છે. જો માનસીકતા નબળી પડે તો રોગની સામે વ્યકિત ન લડી શકે. કહેવાય છે કેચિંતા એ ચિંતા સુધી લઈ જાય છે. ત્યારે ખાસ આજના જે મુખ્ય રોગો જેમાનો એક એટલે કેન્સર કેન્સર હાલમાં વધી રહ્યો છે. જેનું કારણ કયાકને કયાક વ્યસન પણ છે. ત્યારે ખાસ યોગ્ય સમયે ડોકટરી તપાસ અને દ્દઢ મનોબળથી કેન્સર જેવી બિમારી પણ સરળતાથી દૂર થઈ શકે છે. આજે વિશ્ર્વ કેન્સર દિવસ નિમિતે અબતકે વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે.

હજુ પણ લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા લાવવી આવશ્યક: ડો.વી.કે. ગુપ્તા (કેન્સર હોસ્પિટલ)

Vlcsnap 2021 02 04 09H28M00S153

છેલ્લા ૪૦ વર્ષથી કેન્સરની સારવાર કરૂ છું કેન્સર દિવસ છે. ત્યારે આજે લોકોને કેન્સર વિશેની સામાન્ય માહિતી આપીશ સૌરાષ્ટ્રમાં પુરૂષોને મોઢાનું કેન્સર મુખ્યત્વે થતું હોય છે. જે થવાનં મુખ્ય કારણ તંબાકુનું સેવન તેમજ ત્યારબાદ છે. તો ફેફસાનું કેન્સર થતું હોય છે. અને અન્નનળીનું કેન્સર પુરૂષોમાં મોટા પ્રમાણમાં થતું હોય છે. સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓમાં મુખ્યત્વે સ્તન કેન્સર છે. ત્યારબાદ સ્વીંકસનું કેન્સર અને સ્ત્રીઓમાં પણ મોઢાનું કેન્સર થાય છે. મોઢાનું અને ગળાનું કેન્સર થાય છે તેને આપણે રોકી શકીએ છીએ. તંબાકુને કારણે ફેફસાનું કેન્સર પેશાબની કોથળીનું કેન્સર, મોઢાનું કેન્સર એમ ઘણા કેન્સર થાય છે. માટે જો તંબાકુનું સેવન બંધ કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ૬૦થી ૭૦ ટકા કેન્સર રોકી શકાય છે. સ્તન કેન્સરનું જેટલુ વહેલું નિદાન કરીએ તેટલું ઝડપથી રીકવરી મેળવી શકાય છે. આજના સમયમાં નવી ટેકનોલોજી સાથે કેન્સર માટેનું ચેકઅપ અને ટેસ્ટ સાવ સહેલા થઈ ગયા છે. લોકોનાં મનમાં હોય છે કે કેન્સરની સારવાર મોંઘી છે. પરંતુ તે સાચુ નથી ખાસ સરકારી યોજનાઓથી સારવારફ્રીમાં થઈ શકે છે.કેન્સરની સારવાર ઓપરેશન, ઈન્જેકશન કોર્ષથી થાય છે. હવે નવી સારવાર આવી છે જેને ઈમ્યોની થેરાપી કહેવાય છે. ક્રીમો થેરાપીથી બ્લડ કેન્સર જેવા કેન્સરની સારવાર થાય છે. લોકોમાનતા હોય છે કે કેન્સર એટલે કેન્સલ પરંતુ આજના સમયમાં એવું નથી અમારી હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે.તેમાં ૧૦માંથી ૯ દર્દીઓ સાજા થાય છે. જે લોકોને સારવાર મળતી નથી તેનું કારણ મોડી સારવાર લેવાનું છે.રેગ્યુલર ચેકઅપ કરાવતા હોય તેમને કેન્સરની ઝડપથી ખબર પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેન્સર થવાના સીમટમ્સમાં જોઈએ તેશરીરમાં કોઈપણ ભાગમાં રૂજન આવતી હોય તેવા ચાંદાની તરત જ ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જોઈએ તેમજ શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ થઈ હોય તો તેની તપાસ કરાવવી જોઈએ લાંબા સમયથી ઉધરસ આવતી હોય તો તેની સારવાર કરાવવી. સ્ત્રીઓને માસિક ધર્મની વચ્ચે બ્લીડીંગ થતું હોય તો તેની તપાસ કરાવવી જોઈએ. સ્તનના કેન્સરની તપાસ જેતે મહિલા જાતે પણ કરી શકે છે. સાથે જ ડોકટર પાસે મેમોગ્રાફી મશીનમાં એકસરેથી તપાસ કરી શકાય છે.

૩૦ થી ૫૦ વર્ષની મહિલાઓએ મેમોગ્રાફી ટેસ્ટ વર્ષમાં ૧ વખત કરાવવું જોઈએ. જયારે પુરૂષો એ પીએસસી ટેસ્ટ વર્ષમાં ૧ વખત કરાવવું જોઈએ. આજના દિવસે મારો સંદેશ છે કે યુવાવર્ગે તંબાકુ, સીગારેટનું સેવન ન કરે આવા સેવનથી કેન્સર જ નહી હાર્ટ અને બીજી ઘણી તકલીફો થાય છે. વધારે પ્રમાણમાં આવું સેવન કરવાથી નપુંસકતા પણ પેદા કરી શકે છે. માટે તંબાકુનું સેવન ન કરવું જોઈએ.

કેન્સરથી ગભરાવાની જરૂર નથી તેનું સચોટ નિદાન જ કેન્સર મૂકત કરી શકે: ડો દર્શના પંડયા

Vlcsnap 2021 02 04 09H30M00S723

અબતક સાથેની વાતચિત દરમિયાન આશુતોષ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાએ જણાવ્યું હતુ કે વિશ્ર્વ કેન્સર દિવસ નિમિતે હું કેન્સર દિવસનું મહત્વ શું છે તે જણાવું તો કેન્સર છે તે હવે કદાચ ૨૦૨૦ પછી ઘર ઘરમાં એક કેસ મહિલાઓમાં થતું કેન્સર છે તો એ બ્રેસ્ટ કેન્સર છે. સ્ત્રીનું જીવન એસ્ટ્રોજન પર ચાલતું હોય છે. સ્ત્રી ઈસ્ટ્રોજનના કારણે જન્મલે છે. માં પણ ઈસ્ટ્રોજનનાં કારણે બની શકતી હોય છે. તેમજ સ્ત્રીને કેન્સર પણ ઈસ્ટ્રોજનના કારણે થતું હોય છે. હોરમોનની અસંતુલતાને કારણે પણ કેન્સર થતું હોય છે. મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા ન રાખી શકે તો પણ કેન્સર થતુ હોય છે. મહિલાઓ કેન્સરનાં ટેસ્ટથી જ ગભરાય છે. જેને કારણે મહિલાઓ ડોકટર પાસે વહેલા જતા નથી જો તમે ડોકટર પાસે વહેલા પહાચો તો હવે સારવાર પણ સુધરી ગઈ છે. અને મૃત્યુદરમાં પણ મોટો એવો ઘટાડો થયો છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. પહેલા કરતા હવે કેન્સરનું નિદાન અને સારવાર ઘણી સુધરીછે. નાના સેન્ટરોમા પણ કેન્સરની સારવાર થઈ શકે છે. કેન્સરની ક્રીમોથેરાપી રેડીયેશન સારવાર મોંઘી છે. નવા રિસર્ચ પ્રમાણે કેન્સર માટે જીનેટીક સારવાર થાય છે. પરંતુ તે ખર્ચાળ છે. ભારત મેડીકલ ક્ષેત્રે ખૂબજ આગળ વધી રહ્યું છે. ત્યારે ક્રીમો થેરાપી પણ ભારતમા થવા લાગી છે. અને પહેલા કરતા ઘણો ઘટયો છે. કેન્સરની સારવાર દરમિયાન શારીરીક રીતે પણ સક્ષમ થવું જરૂરી છે. શ્ર્વાસોશ્ર્વાસ અને ચાલવાથી શારીરીક રીતે સક્ષમ થઈ શકાય છે. સ્તન કેન્સર, અંડાશયનું કેન્સર અને આંતરનું કેન્સર એ જેનેટીક હોઈ શકે છે. જેનેટીક કેન્સર વિશે જાણવા સમયાંતરે ટેસ્ટ કરાવવા જોઈએ આજના દિવસે સ્ત્રીઓને સંદેશ આપી શકે લોકોએ ગભરાવવું નહી સ્ત્રીઓએ ૩૫ વર્ષથી મોટી ઉંમર થઈ હોય તો કેન્સર થવાના થોડા ઘણા લક્ષણો દેખાય તો તરત જ ડોકટરની સલાહ લેવી.

કેન્સર એટલે કેન્સલ નહિ, પ્રથમ સ્ટેજમાં ડિટેકટ થાય તો રોગ નિવારી શકાય: ડો.ખ્યાતિ વસાવડા-હેડ એન્ડ નેક કેન્સર સર્જન

Chai Pe Charcha 4 2 21

હેડ એન્ડ નેક કેન્સર સર્જન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દર્દીની ભાષામાં કેન્સર એટલે ભયજનક શબ્દ કે જે દુ:ખ લાચારી ચિંતા અને પરિવારને મૂંઝવણમાં મૂકી દેતો રોગ છે. વૈજ્ઞાનિક રીતે આપણા શરીરમાં કોષોનું નિયમિત વિભાજન થતું હોય છે. વિભાજનની પ્રક્રિયા માં કોઈ ખામી થાય તો કોશો નાશ પામતા હોય છે. આવા ખામી ઉત્પન્ન થયેલા કોષોમાં અનિયમિત રીતે વિભાજન થવા લાગે તો કેન્સર થાય છે. ખાસ કેન્સરના લક્ષણો ની વાત કરીએ તો કેન્સર કઈ જગ્યા નું છે તેના પરથી બદલાતા રહે છે. હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન છુ, ત્યારે તેમાં એક નરી વાસ્તવિકતા છે કે સૌરાષ્ટ્રમાં જે કેન્સર ડિટેક્ટ થાય છે તેમાંથી ૭૦થી ૮૦ ટકા કેન્સર મોઢા અથવા જડબાના હોય છે. જેનું કારણ છે અહીંયા તમાકુ માવો , બજર નું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે જીભ, ગાલ, તાળવું, ગલોફા માં ન રુજાતું  ચાંદુ હોય તેમાંથી લોહી નીકળતું હોય. ગળામાં અવાજ બેસી જવો , મોઢું ન ખૂલવું, ગળામાં ગાંઠ થવી ,આ બધા નોર્મલ લક્ષણો છે સવિશેષ જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે ચોક્કસપણે કેન્સર સ્પેશિયાલિસ્ટને ક્ધસલ્ટ કરવું જોઈએ. સામાન્ય રીતે જ્યારે.આ લક્ષણો સાથે દર્દી આવે ત્યારે તેનું સીટી સ્કેન કરવામાં આવે છે.

સાથોસાથ કેન્સર ના તેજ ની વાત કરવામાં આવે તો કેન્સર ના વિવિધ ચાર સ્ટેજ હોય છે. ખાસ ભારતની વાસ્તવિકતા એ છે કે ૭૦ ટકા કેન્સલ સ્ટેજ ૩ અને સ્ટેજ ૪ માં ડિટેક્ટ થાય છે. જેના કારણે કેન્સરના કારણે મૃત્યુદર વધતો જઈ રહ્યો છે. ખાસ સ્ટેજ ૧ અને ૨ માં સારવાર શરૂ કરી દેવામાં આવે તો ૯૦ ટકા લોકો સારું જીવન જીવી શકે છે. વધુમાં ઉમેર્યું કે માત્ર વ્યસન નહીં પરંતુ અમુક કેન્સર વારસાગત રીતે પણ થતા હોય છે જે આપણા હાથમાં નથી. પરંતુ તમાકુ ના સેવન ને અટકાવી કેન્સર અટકાવી શકાય છે . ઉપરાંત હ્યુમન પેપીલોમાં વાયરસ ના કારણે પણ કેન્સર થાય છે.

ખાસ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે પરિવારના સભ્યો સગાસંબંધીઓ જે કોઈને પણ નરુજાતુ ચાંદુ હોય તો તેમને ડોક્ટર પાસે લઈ જઈશ યોગ્ય સારવાર કરાવવી જોઇએ. જેટલી સારવાર કેન્સર માટે જરૂરી છે તે બધી રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ છે. કેન્સર જે જગ્યાનું હોય તેના માટે સર્જરી ,રેડિયેશન થેરાપી અથવા કિમોથેરાપી થી તેની સારવાર કરવામાં આવે છે. ઉપરાંત નવા રંગરૂપ સાથે પણ કેન્સરની સારવાર આવી છે .દર્દીને જ્યારે જડબુ કાઢી લેવામાં આવે છે ત્યારે શરીરના હાડકા માંથી જ ફરી ઝડપી બનાવી દેવામાં આવે છે .જેમાં દાંત પણ આવે  છે ઉપરાંત સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે કેન્સરની સારવાર ખર્ચાળ છે ત્યારે હાલમાં સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ ચાલે છે જેનાથી કેન્સરની સારવાર સરળતાથી થઈ શકે છે ઉપરાંત જે લોકો વ્યસન માટે ખર્ચો કરે છે ત્યારે આ ખર્ચો ન કરે તો કેન્સરનો ભોગ ન બનવું પડે. સાથોસાથ કેન્સરના પ્રિકોશન ની વાત કરવામાં આવે તો બને ત્યાં સુધી વ્યસનથી દૂર રહેવું જોઈએ. જે લોકો વ્યસન કરે છે તેઓએ ડોક્ટર ને ક્ધસલ્ટ કરી તે અંગેનું નિરાકરણ મેળવવું જોઈએ. હાલમાં ૨૦થી ૩૦ ઉંમરના વ્યક્તિઓ કેન્સર સાથે આવે છે જેનું કારણ મોટાભાગે વ્યસન જ છે. કેન્સરમાં હવે એઇજ બેરિયર રહ્યું નથી. હાલમાં ઘણી વખત એવું બને છે કે જે તે વ્યક્તિને સ્ટેજ વન થાય એટલે ઘરેલુ ઉપચાર શરૂ કરતા હોય છે જે તદ્દન વ્યર્થ છે.

કેન્સર એટલે કેન્સલ એવું નથી હાલમાં ઘણી એડવાન્સ સારવાર ઉપલબ્ધ છે ત્યારે હાલમાં વિવિધ સારવાર કરી દર્દીને બચાવી શકાય છે. સાથોસાથ એવું પણ બને છે કે ઘણા લોકો પોતાના પરિવારજનોને કેન્સર હોય તે આવતા હોય છે તો આવું ન થવું જોઈએ. કેન્સર કોઈ ચેપી રોગ નથી. ખાસ કેન્સરના દર્દીઓને તરછોડવાને બદલે હિંમત આપવી જોઈએ. માનસિકતા નબળી  પડે તો સારવારને પણ અસર થાય છે. સામાન્ય રીતે સારવાર માં છ મહિના જેવો સમય લાગે છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગની એવી માનસિકતા છે કે લોકો ડોક્ટર પાસે જતા ડરે છે. પરંતુ ડરને દૂર કરીને ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવવું જોઈએ. વહેલી તકે કેન્સર ડિટેક્ટ કરી તેની સારવાર કરવામાં આવે તેનાથી જ કેન્સર દૂર કરી શકાય.

સૌરાષ્ટ્રમાં આંતરડા, ફેફસા, મોઢા, લીવર, બ્રેસ્ટ કેન્સર વધુ થાય છે : ડો. બબીતા હપાણી (પ્રગતિ હોસ્પિટલ)

Vlcsnap 2021 02 04 09H27M48S167

અબતક સાથેની વાતચિત દરમિયાન પ્રગતિ હોસ્પિટલનાં કેન્સર રોગ નિષ્ણાંત ડો. બબીતા હપાણીએ જણાવ્યું હતુ કે એવું કહી શકાય કે એક જમનો હતો કે લોકો એવું કહેતા કે કેન્સરમાં કોઈ સારવાર નથી. પરંતુ આજકાલ ઘણી નવી ટેકનોલોજી નવી ટ્રીટમેન્ટ પધ્ધતિથી કેન્સરની સારવાર થાય છે. હવે કેન્સર એટલે કેન્સલ એવું કહી ના શકાય. કેન્સરનું સચોટ નિદાન અને સચોટ સારવાર ઉપલબ્ધ છે અને કેટલા બધા પેશન્ટ હેલ્ધી અને વ્યવસ્થિત રીતે જીવી શકે છે. વધુમાં જણાવ્યું હતુકે શરીરમાં ગમે તે જગ્યાએ ગાઠ હોય તેવું લાગે જે પહેલા ન હતી તે કદાચ કેન્સરની હોય શકે છે. તે ગાઠ દુખતી ન હોય, સતત તાવ, કળતર રહેતું હોય લોહીના ટકા ઓછા હોય જે થોડા મહિનામાં થવાનું શરૂ થયું હોય સતત વજન ઘટવું તે પણ લક્ષણ કેન્સર હોવાનું હોય શકે છે. તેના માટે ચેકઅપ કરવું અગત્યનું છે. સૌથી કોમન પ્રકારના કેન્સર આતરડા, ફેફસા, મોઢા, બ્રેસ્ટ ગર્ભાશય અને લીવરનું છે. સૌથી વધારે દર્દીઓ આ ૪-૫ પ્રકારના કેન્સરનાં જ આવે છે.

બોનમેરો બ્લડ કેન્સર માં જરૂરી છે બોનમેરો માંથી જ આ બધા પ્રકારના કેન્સર થાય છે .  કોઈપણ પ્રકારના કેન્સરમાં રિસ્ક ફેક્ટર રહે છે .

અમુક એવી કન્ડિશન જે પહેલાથી શરીરમાં રહેલી હોય જેવી કે મેદસ્વિતા ,  બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો , ફિઝિકલ ઍક્ટિવિટી માં ઘટાડો આ તમામ પ્રકારની આદતો અને ક્ધડીશન કેન્સરના રિસ્ક ફેક્ટર ને જન્મ આપે છે . કેન્સરના કારણે પેશન્ટ માનસિક રીતે પણ નબળું પડી જાય છે  કારણે કેન્સર પેશન્ટ ને વધારે અસર આવે છે . ગવર્મેંટ તરફથી ઘણી સ્કીમ અને સબસિડી પણ બહાર પાડવામાં આવી છે જેમાં કેન્સર પેશન્ટ ને સારામાં સારી સારવાર ઓછા ભાવ માં આપવામાં આવે છે . કેન્સર થવાની શક્યતા એવા લોકોમાં વધારે રહે છે તેમના પરિવારમાં કોઈને કેન્સર હોય કેન્સર માટેનું હેલ્થ ચેક અપ કરાવવું જોઇએ . આટલી સ્ટેજમાં કેન્સર નો ચેક કરાવી લેવામાં આવે અને કેન્સર ડિટેક્ટ થઈ જાય તો એને સારવાર વધારે આસાનીથી થઈ શકે છે . હવે ભારતમાં પણ સહેલાઇથી મેળવી શકાય એમ છે .

મને કેન્સરની સારવારમાં જ ખબર પડતા તેની સારવાર શકય બની: ઉદયભાઈ સંપત

Vlcsnap 2021 02 04 09H29M10S750

અબતક સાથેની વાતચિત દરમિયાન કેન્સર દર્દી ઉદયભાઈ સંપતએ જણાવ્યું હતુ કે હું ગોંડલથી આવું છું અને મને ફોરસ્ટેજનું કેન્સર બે વર્ષ પહેલા થયું હતુ મને શરૂઆતથી જ હોસ્પિટલએ ડોકટરને તપાસ કરાવતા કેન્સર ડિટેકટ થયું હતુ અને સારવાર અર્થે રાજકોટની કેન્સર હોસ્પિટલ આવ્યા અહિંયા રેડિએશનના શેક લેવાથી નિદાન થયું છે કેન્સર નાબુદ થયું છે. મારા પરિવાર અને ડોકટરોની યોગ્ય સારવારથી હું આજે સ્વસ્થ છું પહેલા હુંં અને મારો પરિવાર માનસીક રીતે થોડા ડરી ગયા હતા. પરંતુ ડોકટરની મુલાકાત લઈ તેમને મને હિંમત આપી અને આજે હું કેન્સર જેવી બિમારીમાંથી નિકળી શકયો છું.

સૌરાષ્ટ્રમાં તમાકુ પર મહિલા સશકિતકરણ થાય તો ૬૦% પુરૂષો વાંઢા રહી જાય

હાલમાં મહિલા સશકિતકરણ વધી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ ઉંચાઈ સિધ્ધ કરી રહી છે. ત્યારે હાલમાં સૌથી મોટો પ્રશ્ર્ન એ મહિલાઓ માટે યોગ્ય જીવનસાથીનો છે. એક સર્વે પ્રમાણે મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે કયાંકને કયંક પુરૂષ વધુને વધુ વ્યશન તરફ પ્રેરાય રહ્યા છે. આમને આમ વ્યશન એક શન બની ગયું છે. ત્યારે હવે વધતા વ્યશનના કારણે સૌરાષ્ટ્રમાં ૬૦ ટકા પુરૂષો વાંઢા રહી શકે તેવી શકયતાઓ છે.

ધન્ય છે સૌરાષ્ટ્રની નારીઓને ગંધારા ગોબરા પુરૂષને સહન કરે છે

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં હાલમાં માવા સિગારેટનું ચલણ ખૂબજ વધ્યા છે. અને હાલમાં સૌરાષ્ટ્રમાં જે કેન્સર ડિટેકટ થાય છે. તેમાંથી ૭૦% કેન્સર મોઢા અને જડબાના હોય છે. ત્યારે તેનું એક માત્ર કારણ સૌરાષ્ટ્રમાં વધી રહેલા વ્યસનનું પ્રમાણ છે.

કેન્સરના પ્રકારો

  • મોઢાનું કેન્સર
  • આંતરડાનું
  • કેન્સર
  • ફેફસાનું કેન્સર
  • ડોક અને ગળાનું કેન્સર
  • સ્તન કેન્સર
  • સર્વાઈકલ કેન્સર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.