Abtak Media Google News

જૂનાગઢનાં ગાયનેક તબીબો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે જૂનાગઢનાં નગરજનો રેલીમાં જોડાયા અને બેટી બચાવો અભિયાનમાં સંકલ્પબધ્ધ બન્યા

Candel March 6જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં ઉપક્રમે નગરની સરકારી કન્યા હાઇસ્કુલનાં પટાંગણ આઝાદ ચોક ખાતે બેટી બચાવો બેટી પઢાવો કેન્ડલ માર્ચ જાગૃતિ રેલી યોજાઇ હતી. આ રેલીમાં ઉપસ્થિત શહેરનાં સ્ત્રીરોગ નિષ્ણાંતો, સોનોગ્રાફી મશીન ધરાવતા ક્લીનીકોનાં તબીબો, જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્રનાં વરીષ્ઠ અધિકારીઓ અને શહેરનાં પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Candel March 5            રેલીને સંબોધતા પી.એન.ડી.ટી. સમીતિનાં ચેરમેન સુશ્રી સાધનાબેન નિર્મળે જણાવ્યુ હતુ કે સમાજમાં સ્ત્રી-પુરૂષની સંખ્યાનાં પ્રમાણની આંકડાકીય વિગતો આપણને ચિંતિત  કરી રહી છે ત્યારે જાગ્યા ત્યારથી સવાર માનીને બાળકીને ભૃણ હત્યા કરતા નિવારીએ અને બેટીને જન્મવા દઇએ, આજે રાજ્ય સરકાર કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાવો વિષયે ઝુંબેશ ચાલાવીને લોકોને જાગૃત કરી રહી છે

Candel March 10 ત્યારે સૈા કન્યા જન્મદરને કુમાર જન્મદર સમકક્ષ લઇ જવા જાગૃતિ કેળવીએ, આ પ્રસંગે ઉપસ્થિત મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, મહિલા સુરક્ષા સમીતીનાં ઉપાધ્યક્ષા સુશ્રી જ્યોતિબેન વાછાણી, કલેકટર ડો. સૈારભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, જિલ્લા આરોગ્ય અધીકારી શ્રી સી.એ. મહેતાએ કન્યા જન્મદરને જાળવવા સમાજનાં આમ પરિવાર સુધી સૈાએ સાથે મળીને લોકજાગૃતિ કેળવવી પડશે, આજે સ્ત્રી પુરૂષનો જેન્ડર રેશીયો જે રીતે અનબેલેન્સ થયો છે તેની પાછળ પરીવારની પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે તેની સામે લાલ બતી ધરી આજે દીકરી પણ સમાજમાં પુત્ર સમકક્ષ પોતાના ઓઝસ પાથરી રહી છે ત્યારે દીકરીને જન્મવા દઇએ અને દિકરીને ભણાવીએ તેવી શીખ આપી હતી,

Candel March 7               રેલીને કલેકટરશ્રી અને મહાનુભાવોએ ત્રણ વિભાગોમાં શહેરનાં રાજમાર્ગો પર પ્રસ્થાન કારવી ત્યારે રેલીમાં સહભાગી બનેલ તબીબો, તબીબી ક્ષેત્રે અભ્યાસરત વિદ્યાર્થીઓ, નર્સીંગ સ્ટાફ, આરોગ્ય વિભાગનાં અધીકારીઓ, શાળા કોલેજનાં યુવાઓ, નગરનાં પ્રુબધ્ધ નગરજનોનાં હાથમાં કેન્ડલનો ઉજાસ જાણે કહી રહ્યો હોય કે અમારૂ જૂનાગઢ દીકરીને જન્મતી અટકાવશે નહીં અને દિકરા દીકરીમાં કોઇ જ ભેદભાવ રાખશે નહીં, મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સરદાર પટેલની પ્રતિમા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં પ્રતિમા સુધી ત્રણ વીભાગમાં રેલી નગરનાં રાજમાર્ગો પર પસાર થઇ ત્યારે શહેરનાં પ્રત્યેક વ્યક્તિએ જાગૃતિ રેલીનાં સુરમાં સુર પુરાવી બેટી બચાવો બેટી પઢાવોની હામ ભીડી હતી.

Candel March 8

તળાવ માર્ગ પર રેલી પસાર થઇ ત્યારે રેલી દ્વારા શહેરનાં પ્રતિષ્ઠાવંત પદ સુધી પહોંચી નારીશક્તિને ગૈારવ અપાવનાર અને જૂનાગઢ જિલ્લામાંથી પ્રથમ ભારત સરકારમાં પ્રતિનિધીત્વ કરનાર સુશ્રી ભાવનાબેન ચિખલીયાનાં નામને નગરજનો ચીરકાલ સુધી યાદરાખે અને નારીશક્તિનું સન્માન થાય એવા હેતુથી ભાવનાબેન ચિખલીયા ચોકનું નામકરણ અને મશાલ સ્તંભનું હવેલીનાં વૈષ્ણાવાચાર્યશ્રી, મહંત ઈન્દ્રભારતીજી, મ્યુનિ. કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકી અગ્રણીઓના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડો. ડી.પી.ચિખલીયા તેમજ રેલીમાં પ્રાંત અધિકારીશ્રી જ્વલંત રાવલ, સ્ત્રી રોગ નિષ્ણાંતો સર્વશ્રી પિયુષ વડાલીયા, ડો. મારકણા, ડો. પિન્ટો, ડો. ટાંક, ડો. ઠુમર, ડો. પુનમબેન કોડીનારીયા, ડો. પટોળીયા સહિત અનેક તબીબો હાથમાં કેન્ડલ સાથે શહેરનાં રાજમાર્ગે લોકોને સ્ત્રીભૃણ હત્યા નિવારવા લોકોને જાગૃત કરતી રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. હારૂન ભાયાએ સંભાળ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. સંજયકુમારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.