Abtak Media Google News

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો છે, પરંતુ હજી પણ એવા ઘણા દેશો છે જ્યાં રાજા શાસન કરે છે. બ્રુનેઇમાં અત્યારે સુલતાનનું શાસન છે, જેનું નામ હસનલ બોલ્કીઆ છે. બ્રુનેઇ દેશ ઇન્ડોનેશિયાની નજીક સ્થિત છે.

Screenshot 8

સૌથી ધનવાન સુલતાન

Screenshot 7

બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કીઆની ગણતરી વિશ્વના સૌથી ધનિક સુલતાનોમાં થાય છે, તેઓ 1980 સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. હસનલ બોલ્કિયાની સંપત્તિ રૂ. 14,700 કરોડથી વધુ છે અને તેની કમાણીનો સૌથી મોટો સ્રોત ક્રૂડ અને કુદરતી ગેસ છે.

Screenshot 10

સોનાથી મઢેલો મહેલ

Screenshot 5

બ્રુનેઇના સુલતાન હસનલ બોલકીઆ જે મહેલમાં રહે છે, તે સોનામાં મઢેલો છે. ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ નામનો આ મહેલ વર્ષ 1984 માં બંધાયો હતો અને તે 2 મિલિયન ચોરસફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આ મહેલનો ગુંબજ 22 કેરેટ સોનાથી ભરેલો છે.

Screenshot 9

1700થી વધુ રૂમ

Screenshot 12

આ મહેલની કિંમત 2500 કરોડથી વધુ છે. આ મહેલમાં 1700 થી વધુ રૂમ છે, જ્યારે 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ છે. મહેલમાં ગાડીઓ રાખવા માટે 110 ગેરેજ સિવાય 200 ઘોડાઓ માટે એરકન્ડિશન્ડ તબેલા છે.

7000 લક્ઝરી કાર

Screenshot 4 1

સુલતાન હસનલ બોલીકિયા પાસે 7000 લક્ઝરી કાર છે, જેની કિંમત આશરે 341 અબજ રૂપિયા છે. સુલતાન પાસે તેની કારના સંગ્રહમાં 600 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે.

Screenshot 11

આ ઉપરાંત સુલતાન પાસે લક્ઝરી સુવિધાઓ સાથે ઘણા પ્રાઇવેટ જેટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.