Abtak Media Google News

૯ કરોડ લાભાર્થી ખેડૂતોને મળશે લાભ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત મોદી સરકારે તખ્તો ઘડ્યો

વડાપ્રધાન મોદી ૬ રાજ્યોના ખેડૂતોને સંબોધશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત આવતીકાલે તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી એક સાથે નવ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮૦૦૦ કરોડ સરકાવી દેશે. આવતીકાલે વડાપ્રધાન મોદી જ રાજ્યોના ખેડૂતોને પણ સંબોધશે.

વર્તમાન સમયે એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશના ૯ કરોડ ખેડૂતોના ખાતામાં વધુ એક હપ્તો નાખવા કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. યોજના અંતર્ગત દર વર્ષે નાના અને સિમાંત ખેડૂતોના ખાતામાં રૂ.૬૦૦૦ નાખવામાં આવશે જોકે આ રકમ રૂપિયા બે – બે હજારના ના ત્રણ હપ્તે નખાશે. દેશભરના તમામ રજિસ્ટર્ડ ખેડૂતોને દર ચાર મહિને ૨૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ૬૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ મદદ કરવામાં આવે છે. પ્રથમ હપ્તો ૧ ડિસેમ્બરથી ૩૧ માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો ૧ એપ્રિલથી ૩૧ જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો ૧ ઓગસ્ટથી ૩૦ નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે ૨૫ ડિસેમ્બરે પીએમ ડિસેમ્બર અને માર્ચના ક્વાર્ટર માટે ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ હપ્તો જમા કરશે.

વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂતોની આવક બે ગણી કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. કૃષિ સેક્ટરને વિકસિત બનાવવા માટે સંસદમાં ત્રણ બિલ પણ પારિત થઈ ચૂક્યા છે. જેનો અત્યારે કેટલાક આંદોલનકારીઓ વિરોધ કરે છે દરમિયાન વડાપ્રધાન મોદીએ આવતીકાલે ખેડૂતોના ખિસ્સામાં રૂ.૧૮૦૦૦ કરોડ નાખવાની તૈયારી કરી છે. ગુજરાતના અંદાજે ૫૧.૩૪ લાખ ખેડૂતોને ૨ હજાર રૂપિયા મળવાની ધારણા છે. કુલ મળીને ૧૦૨૦ કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે.

કિસાનોનો પોકાર ‘લવલેટર’ નહીં ઘર માંડો!!!

કૃષિ બિલનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પ્રેમ પત્ર નહીં પરંતુ નક્કર ઉકેલની જરૂર છે. સરકાર ઉકેલ લઈ આવવા તૈયાર હોય તો અમે પણ સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ. સરકાર વારંવાર એક ને એક દરખાસ્ત ખેડૂતો સમક્ષ મૂકી રહી હોવાનું જાણવા મળે છે. ખેડૂત આંદોલનકારીઓનો કહેવું છે કે સરકારની આ દરખાસ્તો નકામી છે. ખેડૂતો પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે. બીજી તરફ ભારતીય કિસાન સભાના નેતાઓનું કહેવું છે કે, જો સરકાર એક ડગલું આગળ આવશે તો અમે બે ડગલા આગળ વધીશું આ મામલે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, સરકાર કૃષિ સેક્ટરમાં નવા નવા સુધારા કરતી રહેશે હજુ ઘણી જગ્યાએ સુધારા ની જરૂરિયાત છે તેમણે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરીથી ચર્ચા માટે આશા વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.