Abtak Media Google News

ફ્રી Wi-Fi – આજકાલ ની ટેકનોલોજી થી ભરી આ દુનિયામાં એક વાત તો નક્કી છે કે આપણે ઈન્ટરનેટ વગર એક મિનીટ પણ નથી રય શકતા.

Advertisement

દુનીયમાં એક બાજુ ઇન્ટરનેટ નો ઉપયોગ સારા કામો માટે કરવામાં આવે છે તો બીજી બાજુ આ ઇન્ટરનેટ નો ઉપયોગ ખરાબ કામો કરવા માટે પણ થાય છે. હા અમે વાત કરી રહયા છીએ હેક ની આ જ Wi-Fi નો ઉપયોગ મોબાઈલ ને હેક કરવામાં પણ થઇ છે. લાખો કરોડો લોકો આ હેકર નો શિકાર બનતા હોય છે અને આ લાપવાહી બીજું કોઈ નહી આપણે જ કરીએ છીએ.

હેકર ને લઇ ને પેલો સવાલ એ થાય કે શુ આપણે કોઈ દિવસ આપણા મોબાઈલ કે લેપટોપ ફ્રી Wi-Fi સાથે કનેક્ટ કર્યું છે.જો તમારો જવાબ હા છે તો તમને જણાવી દઈએ કે એક રીપોર્ટ મુજબ ૯૫ ટકા Wi-Fi સિક્યોર નથી હોતું.

ફ્રી Wi-Fi થી થતા નુકશાન

1.કોઈપણ ઓનલાઈન વ્યવહાર ના કરવો-

ક્યારેય પણ તમારા ફોન ને ફ્રી Wi-Fi સાથે કનેક્ટ કરીને ઓનલાઈન વ્યવહાર નો કરવો કારણકે ફ્રી Wi-Fi ઉપર હેકરો ની વધારે નજરો હોય છે. અને તે તમારા આ ઓનલાઈન વ્યવહાર ને સરળતાથી હેક કરી શકે છે.

 2.જયારે ઉપયોગ ન હોય ત્યારે Wi-Fi બંધ કરી દેવું. –

જયારે તમારું કામ પૂરું થાય જાય તો તરતજ Wi-Fi બંધ કરી દેવું જોઇએ. આ એટલા માટે છે કે તમારા મોબાઈલ કે લેપટોપ ના Wi-Fi ને ખુલ્લું રાખવું એ હેકર્સ ને સામેથી આમંત્રણ દેવા જેવું છે. આ સમયે તે ખુબજ સરળતાથી તમારા મોબાઈલ હેક કરી લે છે.અને એક વાતનું ખુબજ ધ્યાન રાખવું કે તમારા Wi-Fi માં હંમેશા સિક્યોર રાખવા માટે પાસવર્ડ રાખવો.

૩.ફ્રી Wi-Fi સેવ ન કરવું.

આપણે જયારે પણ આપણા ડીવાઇસ  ને કનેક્ટ કરીએ છી તો તે હંમેશા પૂછે છે કે શુ તમે આ નેટવર્ક ને સેવ કરવા માંગો છો.તો તે સમયે આપને આ નેટવર્ક ને સેવ કરવું નહી.

આમ ફ્રી Wi-Fi નો ઉપયોગ ન કરવા થી આપણી પર્સનલ ડીટેલ્સ ને સુરક્ષીત રાખી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.