Abtak Media Google News

ફરીથી પરીક્ષા લેવાનો સીબીએસઈને અધિકાર, જેને કોર્ટમાં પડકારી શકાય નહીં : સુપ્રીમ

સીબીએસઈ પેપર લીક મામલે ધો.૧૨ ઈકોનોમીકસ વિષયની પરીક્ષા ફરી લેવાને મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટમાં પાંચ જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા જણાવ્યું હતુ કે સીબીએસઈ પાસે બીજી વખત પરીક્ષા લેવાનો અધિકાર છે. જેને કોર્ટમાં પડકારી શકાય નહી અરજીઓમાં અપીલ કરવામાં આવી હતી કે બીજીવાર પરીક્ષા યોજવામાં આવેલી પરીક્ષાને બદલે લેવાયેલી પરીક્ષામાંથી પરિણામો જાહેર કરવામાં આવે અને આ પેપરલીક મામલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આ ઉપરાંત અરજીમાં વિદ્યાર્થીઓને એક એક લાખ વળતર આપવાની પણ માંગ કરવામાં આવી હતી પેપર લીક રોકવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. જે સીબીએસઈની પરીક્ષા પ્રણાણીને સુરક્ષીત બનાવવા પર કાર્ય કરશે. ૭ સભ્યોની આ કમીટીના અધ્યક્ષ પૂર્વ શિક્ષણ સચિવ વી.એસ. ઓબેરોય રહેશે અને સમિતિનો રિપોર્ટ દર મહિને આવશે. ઈકોનોમીકસ રી એકઝામની તારીખ ૨૫મી એપ્રીલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.