Abtak Media Google News

યોગ થકી કોરોનાને નાથવાના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવાયો મોટાભાગના લોકોએ ઘરમાં રહીને કર્યા યોગાસનો: જાહેર સ્થળોએ ગણતરીના લોકો સાથે રાજકીય આગેવાનોએ યોગ કર્યા

સમગ્ર વિશ્વમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિવિધ યોગાસનો થયા. સૌરાષ્ટ્રમાં પણ લોકોએ પોતાના ઘરે રહી યોગ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે એકત્રીત થયા વગર ઉજવણી કરવાની હોવાથી જાહેર સ્થળોએ પણ માત્ર ગણતરીના લોકો દ્વારા રાજકીય આગેવાનો સાથે યોગ દિવસ ઉજવ્યો હતો. રાજકોટમાં પણ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિવિધ યોગાસનો કરી કોરોનાને નાથવા સંકલ્પ કર્યા હતા.

સુત્રાપાડા

Img 20200621 Wa0013

સુત્રાપાડા શહેર ખાતે કોંગ્રેસ પરીવાર દ્વારા વિશ્વમાં કોરોના જેવી મહામારીને કારણે આજરોજ વિશ્વ યોગ દિન નિમિતે સોશિયલ ડિસ્ટન્શ જાળવીને યોગ કરવામાં આવ્યા હતા. તેમાં પાલિકાના વિરોધ પક્ષના નેતા દેવસીભાઇ કામળીયા તેમજ સુત્રાપાડા નગરપાલિકાના સદસ્ય દેવસીભાઇ સોલંકી, કાનાભાઇ સોલંકી, જયેશભાઇ કામળીયા, દિનેશભાઇ કામળીયાએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની શાનદાર ઉજવણી કરી હતી.

ઉપલેટા

Photogrid 1592769240829

વિશ્વ યોગ ડે નિમિતે કોરોનાને કારણે યોગ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શહેરના પ્રથમ નાગરિક રાણીબેન ચંદ્રવાડિયાએ સમગ્ર પરિવાર સાથે પોતાના અર્જૂન નામના નિવાસ સ્થાને યોગર્શ્ર્વમમ્ વદામ્યમ… કહી નગરજનોને યોગ સંદેશ આપ્યો હતો. તે ઉપરાંત શહેરના જાણીતા સ્પોર્ટસમેન પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયાની પુત્રી પૂવીએ પોતાની ઘરે યોગ કરી તંદુરસ્ત જીવન માટે નવી ઉર્જા પ્રાપ્ત કરી.

વેરાવળ

વિશ્વ યોગ દિવસે ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે સામૂહિક રીતે એકત્રીત થયા વગર વિશ્ર્વ યોગ દિવસની યોગા એટ હોમ ઉજવણી કરી હતી. (તસવીર: અતુલ કોટેચા)

સોમનાથ

Img 20200621 Wa0042

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એમ.એમ.સોનરાતના માર્ગદર્શન હેઠળ સોમનાથ મરીન પોલીસ મથકના જવાનોએ કચેરીના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી યોગ કર્યા. (તસવીર: જયેશ પરમાર)

ખીરસરા

04B6Ce9B41B242Efa71Cad08522D083C

વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ રૂરલ એસપી બંગલાએ એસપી બલરામ મીણા, ડીવાયએસપી ગૌસ્વામી, એલસીબી પીઆઈ એમ.એન.રાણા તેમજ યોગ શિક્ષકોની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ પોલીસ મથકોમાં યોગ દિવસ ઉજવાયો. (તસવીર: ભીખુભાઈ ગોસાઈ)

જામનગર

“વિશ્વ યોગ દિન નિમિત્તે જામનગરના યોગશિક્ષક પિતીબેન શુક્લ દ્વારા ફેસબુક લાઇવના માધ્યમ દ્વારા રઠેફેંગદિનની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના બે ઇન્સટ્રકટર દ્વારા તેમના નિવાસસ્થાનેથી ડિજીટલ યોગ શિબિરનું આયોજન સોશિયલ મીડીયા ફેસબુક લાઇવના માધ્યમ દ્વારા આશરે ૫૦૦ થી ૬૦૦ લોકોને યોગાસન અને પ્રાણાયામની ક્રિયાઓ શીખવવામાં આવી હતી. પતંજલી યોગ કેન્દ્ર અને ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ પ્રીતીબેન શુક્લ અને તેમના ર પ્રશિક્ષકો દ્વારા તાડાસન, વૃક્ષાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધઉષ્ટ્રાસન. શલભાસન, મકરપ્સન, વજૂપ્સન વગેરે જેવા આસનો અને ધ્યાન ક્રિયાઓને કરવામાં આવી હતી.

યોગ એ માત્ર કસરત નહીં પરંતુ એક વિચાર છે: નરેશભાઈ પટેલ

ખોડલધામ ટ્રસ્ટ આયોજિત વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમમાં ફેસબૂકના માધ્યમથી લાખો લોકોએ લાઈવ યોગાસન કર્યા

Good Image 4

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

લોકો ઘરમાં રહીને યોગા કરી શકે અને તે અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટના ઓફિશિયલ ફેસબુક પેઈજ પર સમગ્ર કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો. જેનો લાભ લાખો લોકોએ લીધો હતો.

Good Image 2

વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમના પ્રારંભે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, યોગા એ માત્ર કસરત નથી પરંતુ એક વિચાર છે, યોગાને આપણે સંપૂર્ણ રીતે જીવનમાં ઉતારીએ. આજે વિશ્વભરમાં ખુબ જ મોટી આફત આવી છે ત્યારે આ આફત ઝડપથી દૂર થાય તેવી મા ખોડલ અને દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. (તસવીર: દેવરાજ રાઠોડ)

રાજકોટમાં તંત્ર દ્વારા ‘યોગ કરીશું કોરોનાને હરાવીશું’ના સંકલ્પ સાથે ઉજવાયો યોગદિન

Rac P B Pandya

કોવીડ -૧૯ના સંક્રમણને કારણે સરકાર દ્વારા ૨૧જુનના આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી લોકોએ એકત્રીત થયા વગર ઘરમાં રહીને જ ઉજવણી કરી હતી.જે અન્વયે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ ઘરે રહીને જ શારિરીક-માનસિક રીતે સ્વસ્થ રહેવા યોગ-પ્રાણાયમ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. “યોગ કરીશું, કોરોના હરાવીશુના સંકલ્પ સાથે સરકારી કર્મચારીઓએ દ્વારા કરેલી યોગની વિવિધ મુદ્રાઓના ફોટા સોશ્યિલ મીડિયા ઉપર શેર કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લાના શિક્ષકોએ પણ તેમણે કરેલા યોગ મુદ્રાના ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૬ દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર અમે યોગની જાગૃતતા અંગેના ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓને યોગની પ્રેરણા લઈને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની શકે. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલાના જણાવ્યા હતું કે, રાજકોટ જિલ્લામાં જેટલી પણ સરકારી કચેરી તેમના પરિવારજનો દ્વારા યોગા કર્યા છે તેમના ફોટા સહિતની વિગતોનું સંકલન કરીને ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.

Img 20200621 Wa0013 1

રાજકોટ રેલવે વિભાગે ઉજવ્યો ‘યોગ દિવસ’

કર્મચારીઓએ પરિવારજનો સાથે ઘરે જ કર્યો યોગાભ્યાસ

Pic 3C

પશ્ર્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં ર૧ જુનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના મહામારીના પગલે મોટાભાગના રેલવે કર્મચારીઓને સામાજીક અંતર રાખીને પોત પોતાના ઘરે રહીને પરિવારજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

પતંજલી યોગ સમિતિના યોગ શિક્ષક કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ મંડળ એન્જીનીયરીંગ પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી યોગ નિદર્શનનું યુ ટયુબ લીંક પર વીડીયોના માઘ્યમથી પ્રસારણ કર્યુ હતું. આ યોગભ્યાસ સવારે ૭ વાગ્યાથી ૮ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.

આ અંગે રેલવે કર્મચારીઓને અગાઉથી જ માહીતી આપી દેવામાં આવી હતી.

રાજકોટ ડિવીઝનલ રેલવે મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલ, પશ્ર્ચિમ રેલવી મહિલા કલ્યાણ સંગઠન રાજકોટના અઘ્યક્ષ શ્રીમતિ કવિતા ફુંકવાલ, અપર મંડળ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, વરિષ્ઠ ડીવીઝનલ વાણિજય મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડીવીઝનના અધિકારી કમલેશકુમાર ભટ્ટ, અને અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ પોત પોતાના ઘરે યોગાભ્યાસ કર્યો હતો.

આ ઉપરાંત વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ ડીવીઝનના અન્ય કેટલાય સ્ટેશનો ઉપર રેલવે કર્મચારીઓએ સામાજીક અંતરનું ઘ્યાન રાખીને યોગાભ્યાસ કર્યો હતો. કોવિડ-૧૯ ના કપરા સમયમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દિર્નેશોનું મુજબ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ સુંદર યોગાભ્ગાસ કર્યો હતો.

Dsc 0455

પરિવાર સાથે યોગ કરતા પાલિકા પદાધિકારીઓ

101 2

કોરોના મહામારીના કારણે રાજય સરકારના યોગ બોર્ડ દ્વારા યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીનો ક્ધસેપ્ટ અપનાવી ગઈકાલે ડી.ડી. ગીરનાર ટેલીવિઝન મારફત તથા ગુજરાત બોર્ડની ઓફિશિયલ ફેસબુક પેઈઝના માધ્યમથી આયોજન કરી રાજકોટ મહાનગરપાલિકાએ પણ રાજય સરકારના આ ક્ધસેપ્ટમાં શહેરીજનો જોડાય તેવું આહવાન કરેલ હતું. યોગા દિનની ઉજવણીમાં મેયર બીનાબેન આચાર્ય, તાજેતરમાં જ ચુંટાયેલા રાજયસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીએ પરિવાર સાથે યોગાસન કર્યા હતા.

આઘ્યાત્મિક બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્ર્વ યોગ દિવસની ઓનલાઇન ઉજવણી

103 1

રાજયોગ દ્વારા સકારાત્મક જીવનશૈલી માટે સતત માર્ગોદર્શન આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા ર૧ જુન ર૦૨૦ વિશ્ર્વ યોગ દિવસની સરકારના આ વર્ષના યોગા એપ હોમ યોગા વિથ ફેમીલી ના સુત્રને સાકારરુપ આપી ઓનલાઇન ઉજવણી કરવામાં આવી. જેનું શુભ ઉદધાટન દર વર્ષની જેમ જ ગુજરાત ઝોન ડાયરેકટર ભારતીદીદી તથા બ્રહ્માકુમારી બહેનો એ દિપ પ્રાગટયની સાથે ભાગ લેના સૌ ભાઇ-બહેનો એ પોત પોતાના સ્થાનો પર નમસ્કાર વિધિથી કર્યુ. માનનીય મોદી સાહેબના વિડીયો દ્વારા શુભ પ્રેરણાઓ સાંભળ્યા બાદ ભારતીદીદી તથા રાજકોટ મેરય બીનાબેને આજના દિવસની મંગલ પ્રેરણાઓ પાઠવી. ત્યારબાદ બ્ર.કુ. એકતાબેને સુચારુરુપથી પ્રેકટીકલ યોગાસન પ્રાણાયામો અને સાથે સાથે રોજયોગા મેડીટેશનની સૌને અનુભૂતિ કરાવી. આ ઓનલાઇન કાર્યક્રમમાં રાજકોટના સર્વ સેવા કેન્દ્રોના ૬૫ જેટલા બ્રહ્માકુમારી બહેનો તથા ૧પ૦ જેટલા ઘર પરિવારમાં રહેતા ભાઇ-બહેનોએ ખુબ જ ઉમંગ ઉત્સાહથી ઓનલાઇન ભાગ લીધો હતો. વિશ્ર્વ યોગ દિવસ નીમીતે ર૧ જુને સાંજે ૬ થી ૭ પણ બ્રહ. વિઘાલય દ્વારા યોગની વિધિ કોરોના પર સિઘ્ધિ એ વિષય પર અનુભવી તબીબ દ્વારા પ્રવચન રહેશે.

એસજીવીપી ગુરૂકુલમાં સંતો દ્વારા ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિન

World Yoga Day Celebration

માનવ જીવનમાં પ્રાણાયામ અને યોગાસનનું મહત્વ દર્શાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારી અને લોક-ડાઉનને  કારણે ‘યોગા એટ હોમ, યોગા વીથ ફેમીલીનો કોન્સેપ્ટ અપનાવીને હરિભકતોની ઉપસ્થિતિ વિના, કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં જોગી સ્વામી હૃદય કુટિરના પરિસરમાં શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સંતોએ વહેલી સવારે પ્રાણાયામ, યોગાસનો તેમજ સૂર્ય નમસ્કાર કર્યા  હતા. આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે વિશ્વભરમાં આજે યોગ દિન ઉજવાઇ રહેલ છે ત્યારે લોકો પુર્ણ જાગૃતિ સાથે, પોતાની રીતે પોતાના આવાસમાં મર્યાદામાં રહીને યોગાસનમાં જોડાય તે અત્યંત આવકાર દાયક છે. યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. જેનાથી શરીર ઉપરાંત મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે, ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મન ભગવાનમાં જોડાય છે. યોગનો હેતુ જ ભગવાનમાં જોડાવાનો છે. યોગ આપણને આત્મા અને પરમાત્મા તરફ લઇ જાય છે.માનવ જીવનમાં પ્રાણાયામ અને યોગાસનનું મહત્વ દર્શાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારી અને લોક-ડાઉનને  કારણે ‘યોગા એટ હોમ, યોગા વીથ ફેમીલીનો કોન્સેપ્ટ અપનાવીને હરિભકતોની ઉપસ્થિતિ વિના, કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં જોગી સ્વામી હૃદય કુટિરના પરિસરમાં શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સંતોએ વહેલી સવારે પ્રાણાયામ, યોગાસનો તેમજ સૂર્ય નમસ્કાર કર્યા  હતા. આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે વિશ્વભરમાં આજે યોગ દિન ઉજવાઇ રહેલ છે ત્યારે લોકો પુર્ણ જાગૃતિ સાથે, પોતાની રીતે પોતાના આવાસમાં મર્યાદામાં રહીને યોગાસનમાં જોડાય તે અત્યંત આવકાર દાયક છે. યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. જેનાથી શરીર ઉપરાંત મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે, ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મન ભગવાનમાં જોડાય છે. યોગનો હેતુ જ ભગવાનમાં જોડાવાનો છે. યોગ આપણને આત્મા અને પરમાત્મા તરફ લઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.