Abtak Media Google News

જાપાનની દવા કંપનીએ બનાવેલી એન્ટીવાયરલ ફેવિપાયટેવિલનું જેનેરિક ઉત્પાદન કરવાની ભારતની દવા કંપની ગ્લેનમાર્કને મંજુરી અપાઇ

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસની અત્યાર સુધી કોઇ દવા શોધાય ન હોય વિશ્ર્વભરમાં તેના સંક્રમણ કરોડો લોકોના મૃત્ય થવા પામ્યા છે. જેની ભારત સહિત વિશ્ર્વના અનેક દેશો વૈજ્ઞાનિકો કોરોનાની દવાના સંશોધનમાં લાગી ગયા હતાં. ત્યારે તાજેતરમાં રશિયા તબીબી સંશોધકોએ કોરોના સામે અકસીર સાબિત થતી એન્ટીવાયરલ દવા ફેવિપાયટેવિલનું સંશોધન કર્યુ હતું. જેથી જાપાનની દવા ઉત્પાદક કંપની ફુમી ફિલ્મ ટોયામા કેમીકલ દ્વારા આ મોઢેથી લેવાની આ દવાના ઉત્પાદનનો પ્રારંભ કર્યો છે.

ત્યારે ભારતની અગ્રણી દવા ઉત્પાદક કંપની ગ્લેનમાર્કએ આ એન્ટીવાયરલ દવા ફેવિપાયટેવિલની જેનેટિક ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં દવા બનાવતા ઉત્પાદકો જાપાની દવા ફેવિપાયટેવિલને ભારતમાં ફેલીફલુના નામે લોંન્ચ કરશે. આ દવા મેડિકલ સ્ટોરો પર છુટક અને હોસ્પિટલમાં આપવામાં આવશે. ગલેનમાર્ક આ દવાનું રેક-મટીરીયલ પણ બનાવીને આપવા પણ તૈયાર છે. ભારતમાં ફેવિપાયટેવિલ આશ્યપણે કાયદાકારક બનશે તેવા ગલેનમાર્ક કંપનીએ આત્મવિશ્ર્વાસ વ્યકત કર્યો છે.

કોવિડ-૧૯ના અસરકારક ઇલાજ માટેના વિવિધ અભ્યાસ, સંશોધન અને દવાના નિર્માણની કવાયત રશિયામાં હાથ ધરવામાં આવી રહી છે. રશિયાના આરોગ્ય મંત્રાલયે જુન મહિનામાં એલકોવિડ દવાના મજુરી આપી હતી. આ દવા ફોવિપાયટેવિલ કોવિડ-૧૯ના પ્રાથમિક તબકકાના દર્દીઓ પર રશિયામાં પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબકકાના કોરોના દર્દીઓ પર કરવામાં આવેલા પરિક્ષણમાં ફોવિપાયટેવિલ શરીરમાં તાવ ધરાવતા દર્દીઓને આપવામાં આવતા ૬૮% દર્દીઓને વહેલી તકે તાવ ઉતરીને રાહત થઇ હતી.

૩ દિવસના પરિમણ સમય દરમિયાન જે લોકોને આ દવા આપવામાં આવી હતી. તેઓને સરેરાશ આ વાયરસની સામે વધુ અસર થયા પામી હતી. ફોવિપાયરેવિલના ડોઝની અસરથી ચાર દિવસમાં દર્દીને રાહત થઇ ગઇ હતી. એક આ દવાની આદર્શ સારવાર પરિણામમાં ૯ દિવસનો સમય લાગે છે. જાપાનમાં માન્યતા પ્રાપ્ત દવાનુ નામ એવીગન રાખવામાં આવ્યુ છે. આ દવા પર પરિક્ષણ દરમિયાન સારુ પરિણામ આપનારી રહી છે. જોકે, કોવિડ-૧૯ માટેની કોઇપણ દવા, કોઇપણ તબકકાના દર્દીઓ માટે તબીલોની સલાહ અને માર્ગદર્શન વગર લેવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.