ઉપલેટામાં બકરી ઈદની ઉજવણી: વિશેષ નમાઝ પઢાઈ

ઉપલેટામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની આજે શાનદાર ઉજવણી કરી હતી. મુસ્લિમ સમાજમાં બકરી ઈદની ઉજવણી અલ્લાહના પવિત્ર પેગેબર ઈબ્રાહીમની અલ્લાહે પરીક્ષા લીધી હતી. અલ્લાહના પવિત્ર પેગેબર ઈબ્રાહીમને એકના એક સંતાન ઈસ્માઈલ હોવાથી પુત્ર પ્રત્યે ભારે લાગણી અને પ્રેમ હતો ત્યારે અલ્લાહે ઈબ્રાહીમની પરીક્ષા લેવા માટે ઈબ્રાહીમના પુત્ર ઈસ્માઈલની કુરબાની માગી હતી.

આકાશવાણી વારંવાર કરતા અલ્લાહમાં પેગેબર પોતાના પ્યારા ઈસ્માઈલની કુરબાન આપવા અલ્લાહની મોહબતમાં આપવા તૈયાર થઈ ગયેલ પણ અલ્હાએ પોતાના દુત દ્વારા ઈસ્માઈલને ઉઠાવી તેની જગ્યાએ એક દુબો રાખી દીધેલ અને ઈબ્રાહીમની છરી દુબા ઉપર ચાલતા ત્યારથી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદના તહેવાર તરીકે ઉજવણી કરી રહ્યા છે. આજે પવિત્ર બકરી ઈદના તહેવાર દિને ઉપલેટામાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાદ ખાતે બકરી ઈદની વિશેષ ઈદુલ અદાની નમાજ પઢવામાં આવી હતી. આ તકે સમસ્ત મેમણ જમાતના પ્રમુખ ભોલાભાઈ ધોરાજીવાલા, સેક્રેટરી રફીકભાઈ સહિત સુન્ની મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા ત્યારબાદ ઈદની શુભેચ્છા પાઠવી હતી.