ખંભાળીયામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદની ઉજવણી

ખંભાળીયા તથા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ અને ૫૩માં દાઈ હિઝ હોલીનેસ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)એ જાહેર કરેલ કે, પોતાનો જન્મદિવસ તેમના બાવાજી સાહેબ (૫૨)માં દાઈ અલ મુત્કલ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસના ૨૦ રબ્બીઉલ આખરના દિવસે ઉજવણી કરશે જેથી વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના બંને ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરે છે. ખંભાળીયા દાઉદી સમાજના લોકો દ્વારા ઈદ ઉલ અદાહના તહેવારની ઉજવણી જનાબ સાહેબ મુલ્લા અબ્દુલ કાદર ઈઝઝીની અદારતમાં કરવામાં આવી હતી.