મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નં.૧૩ના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના આગેવાન હરીભાઈ ડાંગરે પોતાના વોર્ડના મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી હતી.
આ તકે કોર્પોરેટર જયાબેન ડાંગર અને યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા.