Abtak Media Google News
  • હું આત્મકથા છું: ગુજરાતી ભાષાની કેટલીક આત્મકથાના અંશોનું થશે મંચન

  • જીવંત કળા ઉપરાંત ઓડીયો- વિઝયુલ માઘ્યમથી રજુ થશે નર્મદ, મણિલાલ દ્વિદેવી, ગાંધીજી, ક.મા.મુન્શી, ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનો અંશ અબતકને અપાઇ વિશેષ વિગતો

રાજકોટમા અવાર નવાર ઉઝવાતા વિશિષ્ટ સાહિત્યીક કાર્યક્રમો, રંગભૂમિના અનેક પ્રયોગમાં ઉમેરો કરતો પણ થોડો નવો અને ,નોખો પ્રયોગ તા. ૭મી જુલાઇ શનિવારે રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલના મીની થીયેટરમાં થશે. ગુજરાતી ભાષામાં આત્મકથા લખાઇ એને ૧પ૧ વર્ષ થયા એ નીમીતે રાજકોટના કેટલાક ભાષાપ્રેમી મિત્રોએ આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. ગુજરાત ભાષામાં લખાયેલી આત્મકથા પૈકી મહત્વની અને શાશ્ર્વત ગણી શકાય એવી પ આત્મકથા પસંદ કરી એના અંશ લેવાયા છે. કોઇને કોઇ કલાકાર એ આત્મકથા લખનારનું પાત્ર ભજવશે. કાર્યક્રમનું નામ છે હું આત્મકથા છું એટલે આ શોમાં ગુજરાતી આત્મકથા પોતે પણ પોતાના ૧૫૨ વર્ષની વાત કરશે.

વીર નર્મને ૧૫૧વર્ષ પહેલા આત્મકથા લખી હતી. ત્યારથી આ શોની શરુઆત થશે. નર્મદ પછી જાણીતા સાક્ષર વિદ્વાન અને તત્વચિંતક મણિલાલ ન, દ્વિવેદી, ક.મા. મુનશી,  મહાત્મા ગાંધી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશ અહીં લેવાયા છે. દરેક પાત્રને અનુરુપ વીડીયો કલીપીંગ, સંગીત, સુંદર લાઇટીંગ અને આકર્ષક સેટીગ્સ આખી વાતને રસપ્રદ બનાવશે.

જવલંય છાયાની સ્ક્રીપ્ટને દિગ્દર્શન દ્વારા સુંદર રીતે નાટરુપે ઢાળી છે. રાજકોટના જાણીતા નાટય કલાકાર, દિગ્દર્શન રક્ષિત વસાવડાએ છેલ્લા ર૦ વર્ષના પોતાના રંગભૂમિના અનુભવનો નિચોડ એમણે આ શોમાં આપ્યો છે. એ પોતે પણ બે પાત્ર ભવવશે આત્મકથા આમ તો પહેલો પુરુષ એક વચનમાં લખાયેલી વાત હોય, પણ અહીં એનું મુળ જાળવીને કંઇક ફેરફાર વગર આ કલાકાર પોતે એ પાત્ર ભજવશે. આ અંગે જવલંત છાયા જણાવે છે કે આત્મકથાના અંશમાં એક પણ શબ્દનો ફરેફાર કરાયો નથી. જે પુસ્તકમાં છે એ જ વાત એ પાત્રના મુખે લેવાઇ છુે. દરેક વિભૂતિના જીવનના અત્યંત મહત્વના પ્રસંગ આવરી લેવાયા છે. જો કે આ આખું આયોજન સમગ્ર ટીમને આભારી છે. મેં તો સ્ક્રીપ્ટ લખવા સિવાય કંઇ કર્યુ નથી.

હું આત્મકથા છું માં રક્ષિત વસાવડા, હર્ષિત ભટ્ટ અને દેવર્ષ ત્રિવેદી અલગ અલગ પાત્રોમાં દેખાશે. સમગ્ર વાતને સંચાલન- સંકલનના તાંતણે બાંધશે આકાશવાણી રાજકોટના ઉદધોષિકા કાનન છાયા, કળા નિર્દેશન અને સેટિગ્જ કેયુર અંજારીયાએ કર્યા છે. લાઇટીંગ અને બેકસ્ટેજની અન્ય જવાબદારી યુવા કલાકાર ચેતસ ઓઝા સંભાળશે એમને સહાય કરશે બિરદ છાયા, સંગીત સંચાલન કુ. ઘટા વસાવડા કરશે. લેખનમાં જાણીતા લેખક અભિમન્યુ મોદીએ પણ સહાયક ભૂમિકા ભજવી છે. મેકઅપનો કસબ રાકેશ કડીયા અજમાવશે.

સમગ્ર શોનું નિર્માણ જવલંત છાયાનું છે જયારે નિર્માણ સહયોગ જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને કિએટીવ કાર્યો માટે જાણીતા એવા હારિતઋષિ પુરોહીત અને એમની સેવન્થ સેન્સ ક્ધસેપ્ટસ કંપનીએ કર્યો છે. શોનું ઇનોવેટીવ પ્રચાર-પ્રસાર નું કામ સોશિયલ મીડીયા પર થઇ રહેલી સુંદર પબ્લિસીટી પણ સેવન્ય સેન્સ દ્વારા થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.