Abtak Media Google News

રાજાધિરાજ કાળિયા ઠાકોરજીનું નગરમાં ભ્રમણ: ભગવાનના બાલસ્વરુપે સૂર્ય કુંડમાં સ્નાન કર્યુ

દ્વારકાધીશ મંદિરે શ્રાવણ સુદ અગિયારસને જીલણાં એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલા રાધા-કૃષ્ણ મંદીરના બાલસ્વરુપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકાસ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કકલાશ કુંડ પણ કહે છે દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારી પ્રણવભાઇ ઠાકરે જણાવેલ કે આ ઉત્સવમાં કકલ (નોળીચારુપી) નગરાજાનો ભગવાન શ્રીકૃષ્ણે ઉઘ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરુપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન,અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. આજનો દિન જીલણાં એકાદશી અને પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખાય છે.

ભગવાનનું જ બાલ સ્વરુપ નગરજનોને દર્શન આપીએક ઉત્કૃષ્ણ પ્રજાપાલક તરીકે બધાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરે છે.

Celebration-Of-Ekadashi-Festival-Manorath-Jilan-At-Dwarkadhish-Temple
celebration-of-ekadashi-festival-manorath-jilan-at-dwarkadhish-temple

દ્વારકાધીશ નગરના રાજા હોય એક રાજાની આનબાન અને શાન હોય તેવા જ ઠાઠમાં ઠાકોરજીનું જ એક બાલસ્વરુપ શહેર  ભ્રમણ કરે છે અને તેમને દ્વારકા પોલીસ તેમજ એસ.આર.પી. જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાધિકરાજને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે.

દ્વારકા નગરીના રાજા જયારે નગરમાં પરિભ્રમણ કરવા નીકળ્યા હોય તો સ્વાભાવિક પણે તેના ભકતો તો પહોંચે જ ઠાકોરજીના નગર પરિવહનના રુટમાં ઠેર ઠેર ગ્રામજનોએ ઠાકોરજીનું અભિવાદન કરી સ્વાગત કર્યુ હતું. કકલાશ કુંડમાં શાસ્ત્રોકત વિધી બાદ ઠાકોરજીના સ્નાન વખતે પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ એકત્રિત થઇ ભગવાનનું શાહી સ્નાન નીહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.