Abtak Media Google News
130થી વધુ વિદ્યાર્થી અને સ્ટાફમિત્રોએ લાભ લીધો

સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ હદય માટે યોગ એ વૈદિક ભારતના સમયથી ચાલી આવતી જૂની પ્રથા છે SLTIET પરિવાર ભારતમાં યોગના મહત્વને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગુજરાત સરકારની ચળવળ આઝાદી કા અમૃત મહોત્સવ ને પણ સમર્થન આપવા તેમજ આપણાં વડાપ્રધાનના સૂચન પર સમગ્ર વિશ્વ આજે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે SLTIET દ્વારા યોગાભ્યાસ સપ્તાહ વિભાગવાર ઉજવવાનું આયોજન કર્યું હતું. જેમાં તા.15 થી 21 રોજ કોલેજના અલગ અલગ ડિપાર્ટમેંટ દ્વારા સૂર્યનમસ્કાર તેમજ યોગ કરવામાં આવતા. તદુપરાંત યોગા દિવસના દિવસે સમગ્ર સ્ટાફ અને વિધાર્થીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS) ના શ્રી રમેશભાઈ ત્રાંબડિયાં ના સહયોગ થી ઉપસ્થિત થયેલ મહેમાનો RSS ના વ્યવસ્થા પ્રમુખ   નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડાભારતી સયોજક   અશોકભાઇ ગાંધી, મહાનગર સેવા પ્રમુખ ભરતભાઇ કુવરિયા તેમજ લક્ષ્મી વિસ્તાર સેવા પ્રમુખ  જે.ડી. પટેલ, અંબિકાનગર કાર્યકર્તા ડો. જયદીપ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણીના ભાગરૂપે ડો. શ્યામસુંદર છાંટબાર દ્વારા સૂક્ષ્મ યોગ જે આપણે આપણાં વ્યસ્ત જીવનમાં ઓછા સમયમાં કરી ને શરીર તેમજ મન ની તન્દુરસ્તી જાળવી રાખવા માટે કરી શકીએ, ડો. હિતેશ પરમાર દ્વારા પ્રાણાયામ પ્રક્રિયાઓ તેમજ કોલેજના પ્રો. હાર્દિકસિંહ જાડેજા દ્વારા સૂર્યનાંસ્કાર અને યોગાસન ના આસનો કરવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમા કોલેજના 130 થી વધારે વિધ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો એ ભાગ લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.