Abtak Media Google News

આ વર્ષે ઓક્ટોબર મહિનાની દિવાળી વધુ સ્વચ્છ રહે તેવી શક્યતા…!!

આપણા દેશના મહાનગરો જેવા કે પુણે મુંબઈ અને દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. પુણે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે હોય છે પરંતુ આ વર્ષે રોશનીનો તહેવાર દિવાળી નવેમ્બરની બદલે ઓક્ટોબરમાં હોવાથી તેમજ એ સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે પ્રદૂષણ પણ ઓછું ફેલાય તેવી શક્યતાઓ સેવાય રહી છે.

જ્યારે ઠંડી હવા પૃથ્વીની સપાટીની નજીક પ્રદૂષકોને ફસાવે છે, જેના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેમજ દિવાળી દરમિયાન જ્યારે ફટાકડાની પ્રવૃત્તિ ટોચ પર હોય છે ત્યારે રાત્રિના તાપમાનની પ્રદૂષણ પર નોંધપાત્ર અસર પડે છે. દિલ્હી અને પૂણે જેવા શહેરોમાં ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં તુલનાત્મક રીતે ઘણું ઠંડુ રહે છે.

આઇઆઇટીએમ- સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (જઅઋઅછ)ના મત મૂજબ ભલે આ વર્ષે ફટાકડાઓનું પ્રમાણ વધારે હોય પરંતુ દિવાળી ઓક્ટોબરમાં હોવાને લીધે એ સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ એટલા અંશે હોતું નથી, ખાસ કરીને રાત્રે ઠંડા વાતાવણમાં ઠંડી હવાની ઉપરની ગરમ હવા હવાના ઊભી મિશ્રણને અટકાવે છે. ઠંડી હવા પ્રદૂષકોને સપાટીની નજીક ફસાવે છે,

જેના કારણે પ્રદૂષણનું સ્તર વધે છે,આગામી દિવાળીના તહેવાર દરમિયાન અસ્તિત્વમાં રહેલા સંભવિત હવામાન માપદંડોના આધારે, એવું અનુમાન કરી શકાય છે કે કેટલાક શહેરો હવામાન પરિસ્થિતિઓને કારણે સ્વચ્છ દિવાળી જોઈ શકે છે. ચોમાસાના સમયગાળા બાદ તેમજ ઓક્ટોબરમાં વરસાદની છે હઠ ના કારણે વાતાવરણમાં પલટો સર્જાય છે .રાત્રિનું સામાન્ય કરતાં વધુ તાપમાન પ્રદૂષકોના ફેલાવા માટે અનુકૂળ છે. જેથી આ વર્ષે ઓક્ટોબર મહિનાની દિવાળી વધું સ્વચ્છ રહે તેવી શક્યતાઓ રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.