Abtak Media Google News

આવકવેરા બાદ જીએસટી પણ એક્સન મોડમાં !!!

સીજીએસટીએ કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક, પેનડ્રાઈવ સહિત શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા

કોર્ટમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દેવાય

ચાલુ નાણાકીય વર્ષમાં કરચોરી ઉપર અંકુશ લાવવા માટે સેન્ટ્રલ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે જેમાં આવકવેરા વિભાગ બાદ જીએસટી પણ ઘરચોરો પર ત્રાટકી રહી છે. મોરબી ખાતે આવેલા લેકસેસ ગ્રેનીટો ઉપર સેન્ટ્રલ જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૪ કરોડથી વધુની કરચોરી કરી હોવાનું સામે આવતા કંપનીના બે ડાયરેક્ટર અને એક એકાઉન્ટન્ટ ની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટી વિભાગે શંકાસ્પદ દસ્તાવેજો કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક તથા પેનડ્રાઈવ ને કબજે કરી છે. સર્ચ ઓપરેશન બાદ કંપનીના ડાયરેક્ટરોએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જીએસટી ને એ અંગે બાતમી મળી હતી કે લેકસેસ ગ્રેનીટો કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી બીલ વગર અને બીલમાં ઓછી રકમ દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવતી હતી. સેન્ટ્રલ જીએસટીની ટીમે આ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળે છે.

Advertisement

લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સેસ ગ્રેનિટો સિરામિક ફેકટરીમાં સીજીએસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં ૨૦૨૧ અત્યાર સુધીમાં 14.66 કરોડ જેટલી ટેક્સ ચોરી કરી હોવાનું કરતૂત સામે આવતા સીજીએસટી વિભાગ હરકતમાં આવી હતી. ફેકટરીના ભાગીદાર હિતેશ બાબુભાઇ દેત્રોજા, અનિલભાઈ બાબુભાઇ દેત્રોજા અને કંપનીના એકાઉન્ટન્ટ રાજેશભાઇ રણછોડભાઈ દેત્રોજાની સીજીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

કાયદાની જોગવાઈ મુજબ સેક્શન 132 અન્વયે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કોર્ટમાં ત્રણેયના જામીન અંગે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટમાં દ્વારા બંને પક્ષની દલીલ સંભાળવામાં આવી છે અને જામીન અરજી અંગેનો ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખવામાં આવ્યો છે. લેક્સેસ ગ્રેનાઈટો મોરબીમાં મોટું નામ ધરાવે છે અને ત્યાં સીજીએસટી વિભાગના દરોડા બાદ કંપનીના ડીરેક્ટર અને એકાઉન્ટન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણ થતા જ મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ સહિતના સિરામિક ઉધોગપતિઓ મોટી સંખ્યામાં કોર્ટ ખાતે પહોચ્યા હતા.

મોરબી સીરામીક ઉદ્યોગમાં ફફડાટ, અન્ય કંપનીઓ સાથે કનેકશન ખુલે તેવી શક્યતા

મોરબીની જાતના સીરામીક કંપની ઉપર જીએસટીના દરોડા પડતા જ અનેક સર્જાઈ રહ્યા છે એટલું જ નહીં અન્ય સિરામિક કંપનીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે કારણ કે હાલ સમગ્ર ભારતમાં 16 જુલાઈ સુધી સેન્ટ્રલ જીએસટી દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે નામી વ્યવહારો સામે આવે તો જે તે કંપનીનું જીએસટી રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે જેના કારણે બોગસ બિલિંગ કોભાંડો જે થઈ રહ્યા છે તેના પર અંકુશ લાવવામાં આવે. ત્યારે આ સરચ ઓપરેશનમાં સેન્ટ્રલ જીએસટીના પાંચ જેટલા અધિકારીઓ જોડાયા હતા અને આ સર્ચ બાદ અન્ય સીરામીક એકમો સાથે ના કનેક્શન ખુલે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. હાલમાં સીજીએસટી વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વાય.પી.જાડેજા, રાજેશભાઈ જલુ અને કાનજીભાઈ ગરચર સહિતના રોકાયેલ છે અને આજે એટલે 14જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.