Abtak Media Google News

121 થી વધુ બોગસ કંપનીઓ ઉભી કરી બોગસ બીલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને ટેક્સ ચોરી આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો

જીએસટી ગેરરીતિના કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાતા મોહમ્મદઅબ્બાસ સવજાણી ઉર્ફે ટાટાની અન્ય એક જીએસટી ગેરરીતિના કૌભાંડમાં અમદાવાદ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ધરપકડ કરી અને ભાવનગર લાવવામાં આવ્યો છે. હાલ જે રીતે આરોપી દ્વારા 121 થી વધુ બોગસ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી તેમાં તેના દ્વારા બોગસ બીલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને ટેક્સ ચોરી આચરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ જીએસટી કોભાંડ હવે આવકવેરા ની જોલી સુધી પણ પહોંચ્યું છે અને આવનારા દિવસોમાં આ અંગે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

જીએસટી ચોરીને દામી દેવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને તેના અંતર્ગત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવેલી છે અને આ સીટના અધ્યક્ષ ભાવનગરના રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર છે.

હાલ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન અને પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જીએસટી રજીસ્ટ્રેશન માટે આવશ્યક દસ્તાવેજો સાથે છેતરપિંડી અને છેડા કરવાના અને કેસ ચાલી રહ્યા છે અને તેનું પગેરૂ મોહમ્મદ ટાટા સુધી પહોંચતા સીટ દ્વારા સાબરમતી જેલમાં જીએસટી કૌભાંડ સબબ રાખવામાં આવેલા ટાટાની ટ્રાન્સફર વોરંટ ના આધારે ધરપકડ કરી અને ભાવનગર લાવવામાં આવ્યો છે. જીએસટી રજીસ્ટ્રેશન કૌભાંડમાં ટાટાની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે તથા મંગળવારે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

740 કરોડના જીએસટી કૌભાંડમાં અગાઉ સ્ટેટ જીએસટી દ્વારા ટાટાની ધરપકડ કરાઈ હતી અને હાલ તે સાબરમતી જેલમાં છે. પાલીતાણામાંથી ઝડપાયેલા જીએસટી રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ સાથે આચરવામાં આવી રહેલી છેતરપિંડી થી ત્રણ બોગસ પેઢીઓ રચવામાં આવી હતી અને આ ત્રણેય પેઢીઓનું સંચાલન મોહમ્મદ ટાટા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. મોહમ્મદ ટાટા દ્વારા બોગસ બીલિંગ કૌભાંડમાં વધુ અનેક લોકો સામેલની શંકાથી તપાસ શરૂ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.