Abtak Media Google News

રાજ્યના 11.44 લાખ કરદાતાઓ પૈકી 15000 કરદાતાઓએ 44,860 કરોડ રૂપિયાનો જીએસટી કર ભર્યો

દેશની અર્થ વ્યવસ્થા વિકસિત થઈ રહી છે પરિણામે જીએસટી અને આવકવેરા વિભાગની તિજોરી પણ છલકાઈ રહી છે. હાલ સ્ટેટ જીએસટી નો જે આંકડો સામે આવ્યો તે સૂચવે છે કે ઉદ્યોગોની સ્થિતિમાં અને કંસે સુધારો આવ્યો છે કારણ કે જીએસટીની ૮૦ ટકા તિજોરી ગુજરાતના માત્ર 1.3 ટકા કરદાતાઓ જ ભરી દે છે. એટલું જ નહીં ગુજરાતમાં જીએસટી ના 11.44 લાખ જેટલા કરદાતાઓ છે જેમાંથી માત્રને માત્ર 15000 કરદાતાઓએ 44,860 કરોડ રૂપિયાનો કર ની ભરપાઈ કરી છે અને પોતાનું યોગદાન આપ્યું છે.

દેશના ટોપ ટેન કરતા ની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસઆર સ્ટીલ સહિત અનેક. 10 કંપનીઓ એ જ સરકારની કરાવક 7,339 કરોડ એ પહોંચાડી હતી. હાલ જે રીતે ઉદ્યોગ ગતિશીલ થઈ રહ્યા છે તેને જો એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં પણ જીએસટીની આવકમાં વધારો નોંધાશે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતની જીએસટી આવક 56,000 કરોડએ પહોંચી છે જે ગત વર્ષની સરખામણીમાં 23 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એટલું જ નહીં ગુજરાત રાજ્યના જીએસટી કરતાઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી યોજનાઓની પણ અમલવારી શરૂ કરી છે.

વર્ષ 2022- 23 માં 98.46 ટકા કરદાતાઓએ જીએસટી રિટર્ન ફાઈલ કર્યા

ઉદ્યોગો સારી રીતે ચાલતા અને પોતાની નૈતિક જવાબદારી સમજી જીએસટીના કરદાતા રિટર્ન ફાઇલિંગમાં પણ અવલ આવ્યા છે. સમગ્ર ભારત દેશમાં જીએસટી રિટર્ન ફાઇલિંગ અને નિયમોનું પાલન કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વર્ષ 2022-23 માં 98.46 ટકા કરદાતા હોય રિટર્ન ફાઇલિંગ કર્યા છે ત્યારે ચાલુ વર્ષમાં ડેડ લાઈન પૂર્વે 85.48 ટકા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.