Abtak Media Google News

સોલાર પાવર ઉત્પાદકો માટે આનંદો

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સૌર ઉર્જા ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળશે-ગજઊઋઈં

સૌર ઉર્જા ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા કેન્દ્ર સરકારે અતિમહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે વિદેશમાંથી આયાત થતા સોલારના સાધનો ઉપર ૭૦% લેવી લેવાશે નહીં. ચીન અને મલેશિયામાંથી આયાત થતા સોલારના સાધન-સરંજામ પર અત્યાર સુધી ૭૦% સેફગાર્ડ ડયુટી વસુલાતી હતી જે હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી સોલાર ઉત્પાદકોમાં આનંદ છવાયો છે.

Advertisement

નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા એનએસઈએફઆઈએ જણાવ્યું કે, ૭૦%નો કરબોજો હટતા સોલાર એનર્જી ક્ષેત્રને હકારાત્મક વેગ મળશે. એનએસઈએફઆઈના ચેરમેન પ્રણવ મહેતાએ આ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, ભારતમાં સોલાર પાવર પ્રોજેકટ માટે વપરાતા ૯૦% સાધનો વિદેશથી આયાત થાય છે. જેના પર ડયુટી હટતા સોલાર પાવર પ્રોજેકટ ડેવલોપર્સમાં ખુશીની લહેર પ્રસરી છે. સૌર ઉર્જાને અફોર્ડેબલ કરવાના અમારા પ્રયાસોને પણ બુસ્ટર ડોઝ મળશે.

સોલાર સાધનો ઉપર સેફગાર્ડ ડયુટીના કારણે ઘણાં વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ખચકાતા હતા અથવા ઘણા રોકાણકારોએ તો સોલાર પાવર પ્રોજેકટમાં રોકાણ કરવાનું જ બંધ કરી દીધું હતું. આ બાબત તરફ ખાસ ધ્યાન દોરી કેન્દ્ર સરકારે મહત્વનું પગલુ ભર્યું છે અને રોકાણક્ષેત્રને પણ વેગ મળશે. સેફગાર્ડ ડયુટીના કારણે સોલાર પાવર પ્રોજેકટની ખર્ચની કિંમત પણ ઘણી વધી જતી હતી જે અવરોધ‚પ હતું પરંતુ સરકારના નિર્ણયથી હવે, સોલાર એનર્જી સેકટરની વૃદ્ધિ થશે તેમ પ્રણવ મહેતાએ જણાવ્યું છે.

પ્રણવ મહેતાએ વધુમાં કહ્યું કે, હાલ ભારતમાં સોલાર પાવર ક્ષેત્રે નાના-મોટા સહિત ૮૦ થી ૧૦૦ જેટલા પ્રોજેકટો કાર્યરત છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (જીયુવીએનએલ) તેના ૫૦૦ મેગાવોટ સોલાર પાવરનું ફરી રીબાઈડીંગ કરશે. જણાવી દઈએ કે, જીયુવીએનએલએ આગામી થોડા સમયમાં તેનો ૫૦૦ મેગાવોટનો પ્લાન્ટની હરરાજી કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે તે રદ કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.