Abtak Media Google News

અરબી સમુદ્રમાં લોપ્રેસર ઉભુ તાં સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર અસર જોવા મળી

આટકોટમાં પવનના સુસવાટા અને ભારે વરસાદી વૃક્ષો ધરાશાયીલાઠી પંકમાં હળવો વરસાદ આગામી ૪૮ કલાકમાં હળવા વરસાદની આગાહી

Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થઈ ગઈ છે. આજે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હળવાી સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી હવામાન ખાતાએ કરી છે. પ્રિ-મોન્સુન એકટીવીટીનો પ્રારંભ તાં જ તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ગઈકાલે જસદણ તાલુકાના આટકોટ ગામે વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને પવનના સુસવાટા સો મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. હળવાી ભારે વરસાદી ઝાપટા પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવનના લીધે આટકોટ અંબાજી મંદિર નજીક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત આટકોટમાં આવેલી વીરબાઈમાં મંદિર નજીકની દુકાનની દિવાલ ધરાશાયી ઈ ગઈ હતી.

આટકોટ પાંચવડા રોડ પર પવનની સુસવાટા અને ભારે વરસાદના કારણે અનેક વૃક્ષોનો સો વળી ગયો હતો અને વાહન-વ્યવહાર ઘણા કલાકો માટે ઠપ્પ થઈ ગયો હતો. લાઠી ચાવંડમાં પણ હળવો વરસાદ પડયો હતો. જાનબાઈની દેરડી ગામે હળવા ઝાપટા પડયા હતા. જસદણ પંકના કાનપર, જશાપર, પાંચવદર સહિતના ગામોમાં પવન ફૂંકાવા સો વરસાદ વરસતા ઘરના નળીયા તા પતરા ઉડી ગયા હોવાનું તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળે છે.

અરબી સમુદ્રમાં ૧૨ કિ.મી. દૂર લોપ્રેશર સર્જાતા સૌરાષ્ટ્ર-ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હળવાી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે ગરમ લુના દિવસો પુરા થવા જઈ રહ્યાં છે. હવાની દિશા ઉત્તર પશ્ર્ચિમી બદલાઈને હવે દક્ષિણ પશ્ર્ચિમ તરફ થઈ છે. પવનની ઝડપ વધી છે અને ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. ગરમીમાં રાહત થઈ છે અને સરેરાશ તાપમાન ૩ ડિગ્રી સુધી નીચુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો આંશીક નીચો આવ્યો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.