ચેન સ્નેચરો બેફામ: ચેઈનની લુંટ કરી તો કરી સાથે વૃદ્ધાને માર માર્યો

સુરત કોઈને કોઈ ઘટનાના લીધે લાઈમ લાઈટમાં રહેતું જ હોય છે. ત્યારે વધુ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે જેમાં વૃદ્ધા પાસથી ચેઈન ઝૂટવવામાં સફળ ન થતા વૃદ્ધાને માર માર્યો. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના રાંદેરના તારવાડી વિસ્તારની છે જ્યાં ચેન સ્નેચિંગની કરીને વદ્ધ મહિલા પર હુમલો થયો હતો. આ ઘટના બાદ આપણે જાણી શકીએ છીએ કે સુરતમાં ચેન સ્નેચરનો ત્રાંસ વધી ગયો છે.

સુરતના રાંદેર વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાનો ચેઇન-સ્નેચરો લઈને વૃદ્ધને માર માર્યો અને ફરાર થઇ ગયા હતા. આ ચેનની કિંમત આશરે 45,000ની હતી.

વૃદ્ધા સાથે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં-ચેઇન સ્નેચરનો ક્રૂર આતંક જોવા મળી રહ્યો છે. સીસીટીવી સામે આવ્યા બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ ૫૮ વર્ષીય વૃદ્ધાનું નામ નીતા બહેન મકવાણા છે જેઓ તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના ઘટી હતી. ચોર મોઢા પર માસ્ક બાંધીને આવ્યા અને વૃદ્ધાના ગળામાંથી ચીલ ઝડપે ચેનની ચોરી કરી ગયા. વૃદ્ધાની ચેન હાથમાં ન આવતા વૃદ્ધાને માર માર્યો.

સ્નેચરો બાઈક પર વૃદ્ધાના ગળામાંથી ચેઈન ઝૂટવવામાં સફળ ન થયા બાદ રસ્તા પર તેમને માર મારીને પણ લૂંટ ચલાવી લેવાઈ હોવાની સમગ્ર કરતૂત સીસીટીવી કેદ થઈ ગઈ હતી.