• ઘર પાસે રમતી બાળકી પર શ્વાનનો  હુમલો: સારવાર દરમિયાન મોત

ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર  બાદ રાજયના શહેરોમાં  રખડતા ભટકતા ઢોરના  ત્રાસમાં થોડો ઘણો ઘટાડો નોંધાયો છે. પરંતુ ડાઘીયા શ્વાનના આતંક દિન પ્રતિદિન વધી રહયો છે. સુરતનાં પાંડેસરાના  સિધ્ધાર્થનગર વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકીને  રખડતા શ્વાને ફાડી ખાતા સમગ્રશહેરમાં હાહાકાર  મચી જવા પામ્યો છે.સુરતનાં પાંડેસરનાં સિધ્ધાર્થનગરમાં પોતાના ઘર પાસે  રમતી ચાર વર્ષની બાળકી પર શેરીમાં  રખડતા શ્વાને હુમલો કર્યો હતો. અને બચકા તોડી લીધા હતા.

લતાવાસીઓએ શ્વાનના મુખમાંથી બાળકીને છોડાવી તાત્કાલીક અસરથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરનાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર કલ્પાંત કરી મૂકયો હતો. શ્વાનના આતંકને ઓછો કરવામાં તંત્ર  સરેઆમ નિષ્ફળ નિવડી રહ્યું છે.  શ્વાનના  હુમલાથી આજે સુરતમાં ચાર વર્ષની બાળકીનું કરૂણ મોત નિપજતા રાજયભરમાં  અરેરાટી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.