Abtak Media Google News

સોમનાથ: મંગળવારના ચંદ્રગ્રહણને લઇ, સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનું આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે.

શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્યપૂજન, આરતી ગ્રહણ દરમીયાન બંધ રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે.ગ્રહણ દરમીયાન તારીખ-08/11/2022 મંદિરના પૂજામાં પ્રાત:મહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્ર્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-45 કલાકે કરવામાં આવશે. ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાત: 6-00 થી રાત્રે 01-00 સુધીનો રહેશે. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10-45 વાગ્યે તથા મહા આરતી રાત્રે 12-00 વાગ્યે કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.