Abtak Media Google News

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના મુખ્ય મંદિરમાં પ્રવેશવા માટેનું દિગ્વીજય દ્વારને સુવર્ણ સોનેરી કલરથી સુશોભિત કરવાનું કાર્ય પૂરજોશ ગતિમાં કાર્યરત છે.

સોમનાથ ટ્રસ્ટ જનરલમેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ દિગ્વીજય દ્વાર આસપાસ લાકડાના  બંબુની પાજ બાંધી આઠથી દસ કારીગરો કાર્યરત છે. જે કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ કરવાની ધારણા છે. આ માટે સમગ્ર  ઈમારતને સફેદ પાકા પ્રાઈમર રંગથી અસ્તર કરવામાં આવી ત્યારબાદ તેના ઉપર ગોલ્ડન સોનેરી રંગ  લાગશે.

જેથી  સમગ્ર ઈમારત સૂર્યના પ્રકાશમાં અને ચાંદની રાત્રીમાં સુવર્ણની જેમ ઝળહળશે ચળકાટથી ઝગમગી ઉઠશે.

દિગ્વીજય દ્વાર વિશે, નૂતન સોમનાથ મંદિરનાં નિર્માણમાં જેઓના પ્રપ્તનો અને સિંહ ફાળો છે.  તેવા નવાનગરનાં  મહારાજા જામસાહેબ દિગ્વીજય સિંહજીના સ્વર્ગવાસ પછી તેમની સ્મૃતિમાં રાજમાતા ગુલાબ કુંવરબાએ આ મંદિરના ભવ્ય કલાત્મક દ્વારનું નિર્માણ કરાવી દિગ્વીજય દ્વાર નામાભિધાન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.