Abtak Media Google News

સોમનાથ તીર્થધામમાં કાર્તિકીપુર્ણીમાંનુ અનેરૂ મહત્વ સમાયેલ છે ,  સોમનાથ મહાદેવના ભવ્ય દેવાલય જે કૈલાશ મહામેરૂ પ્રાસાદના નામથી વિશ્વપ્રસિદ્ધ છે , જ્યાં શિખર ઉપર પૂર્ણિમાં ની મધ્યરાત્રીએ ચંદ્રદેવ એવી રીતે સ્થીત થાય છે કે , જાણે સ્વયં ભગવાન સોમેશ્વરે ચંદ્રને મુગટ સ્વરૂપે ધારણ કરેલ હોય . મધ્યરાત્રીએ ભગવાન સોમનાથજીની મહાપૂજા – મહાઆરતી કરવામાં આવેલ .

જેમાં દર્શનાર્થીઓએ  મહાઆરતી દર્શનનો લાભ લઇ શિવકૃપા પ્રાપ્ત કરી .ઘણા ભાવિકો પ્રતિવર્ષ કાર્તિકિપૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના મધ્યરાત્રીએ દર્શન કરવાનું ચુકતા નથી , તેઓના કહેવા પ્રમાણે આ દર્શન કર્યા બાદ વર્ષભર એક અલૌકિક ઉર્જા તેઓને પ્રાપ્ત થાય છે.

ચંદ્રને પોતાના સ્વસુર દક્ષ પ્રજાપતીએ આપેલ શ્રાપ બાદ , મુક્તિ મેળવવા બ્રહ્માજીએ પ્રભાસક્ષેત્રના રત્નાકર તટે ચંદ્રને શિવઆરાધના કરવા જણાવેલ .. પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્રમાએ 10 કરોડથી વધુ મહામૃત્યુંજય જાપના ફળ સ્વરૂપે ભગવાન શિવજી પ્રસન્ન થયેલા અને તેમના ફળસ્વરૂપે ચંદ્રને તેની કળાઓ પુન:પ્રાપ્ત થઇ. ચંદ્રની ભક્તિ થી પ્રસન્ન થઇ શિવ સ્વયં ચંદ્ર એટલે સોમ ના નાથ એમ સોમનાથ સ્વરૂપ પ્રભાસમાં બિરાજમાન થયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.