Abtak Media Google News

એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર, એડમીન અધિકારીઓ, ડેપ્યૂટી કમિશનર અને આઇટીઓની બદલી થઇ

સીબીડીટી દ્વારા આવકવેરા વિભાગમાં વિવિધ પોસ્ટ પર અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર, એડમિન અધિકારીઓ, ડેપ્પુટી કમિશનર અને આઇટીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા ફેસલેસ સિસ્ટમ અમલી બનતાની સાથે આંતરિક બદલીઓ પણ કરવામાં આવી હતી. ત્યારે ફરી વખત આવકવેરા વિભાગ દ્વારા બદલી અને બઢતીની દોર શરૂ થયો છે. જેમાં રાજકોટ, અમદાવાદ, કચ્છ, વડોદરા, સહિતના અનેક શહેરોના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો ઘણા અધિકારીઓને તેમની યથાવત જગ્યા પર જ રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બદલી એન્યુઅલ જનરલ ટ્રાન્સફર-2021ના ભાગરૂપે કરવામાં આવી છે.

રાજકોટ આવકવેરા વિભાગના 10થી વધુ અધિકારીઓની વિવિધ સ્થળે બદલી કરવામાં આવી છે. હાલનાં બદલીના ઓર્ડર જે રીતે થયા છે, તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે અધિકારીઓને અતિરેક જવાબદારી પણ સોંપવામાં આવી છે. જેથી કામ ઝડપભેર પૂર્ણ થઇ શકે. ત્યારે આગામી સમયમાં પણ બદલીઓનો દોર ચાલુ રહે તો નવાઇ નહિં. ઘણા એવા અધિકારીઓ પણ છે કે તેઓએ ફેસલેસ એસસ્મેન્ટ વિભાગમાં રાખવામાં આવ્યા હોય તો ઘણા અધિકારીઓ એવા પણ છે કે તેમને સોંપાયેલી જવાબદારી પર જ યથાવત રાખવામાં આવ્યા હોય.

હાલની સ્થિતિએ સીબીડીટી દ્વારા ફેસલેસ એસેસ્મેન્ટને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી ઘણા અધિકારીઓને આ ફિલ્ડમાં પણ મુકવામાં આવ્યા છે. જેથી ઝડપભેર કામ પૂર્ણ થાય અને કરદાતાઓના પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.