Abtak Media Google News

રાજકીય કાવાદાવામાં માહિર એવા વંથલી પાલિકામાં 4 વર્ષમાં સતત ત્રીજી વખત સત્તા પરિવર્તન

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

રાજકીય માહિર કાવાદાવામાં માહિર એવા વંથલી નગરપાલિકામાં 4 વર્ષમાં સતત ત્રીજી વખત સત્તા પરિવર્તન થયું છે. 10 વિરુદ્ધ 13 સદસ્યોથી કોંગ્રેસે ફરી સત્તાનું સુકાન સંભાળ્યું છે.

જુનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાની સને 2017 માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના 20 અને ભાજપના 4 સદસ્યો વિજેતા બનતા કોંગ્રેસ શાસનમાં આવ્યું હતું, અને બાદમાં વિવાદો વધતા અને કોંગ્રેસના10 સદસ્યો એ નારાજ થઈ ભાજપને ટેકો આપતા 10 વિરુદ્ધ 14 સાથે ભાજપ સત્તા પર આવ્યું હતું.

દરમિયાન વંથલી નગરપાલિકાના પ્રમુખનું લાંબા સમયની બીમારીથી અવસાન થતાં એસ.ડી.એમ. ની અધ્યક્ષતામાં પ્રમુખની ફરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 2 સદસ્યો એ ફરી કોંગ્રેસને ટેકો જાહેર કરતા 10 વિરુદ્ધ 13 મત સાથે વંથલી નગરપાલિકામાં ફરી કોંગ્રેસ સત્તા સ્થાને આવી હતી. અને નગરપાલિકા પ્રમુખ તરીકે લીલાવતીબેન વામજા જાહેર કરાયા હતા.          આમ રાજકીય કાવાદાવા માં માહેર એવા વંથલીની નગરપાલિકામાં 4 વર્ષમાં 3 વખત સત્તા પરિવર્તન થયું છે, અને કોંગ્રેસેેે સત્તાનું સુકાન સંભાળ્યું  છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.