Abtak Media Google News

ઘણી વખત સ્લો ઇન્ટરનેટ સ્પીડને લઇને હૈરાન થતા હોય છીએ ક્યારેક તો લાગે કે સાલો ફોન ફેંકી દઇએ, પરંતુ આજે હું તમારા માટે એવી માહિતિ લાવી છું જેનાથી તમારા ફોનની સ્પીડ વધી જશે. ફોનમાં એવા અમુક પ્રકારના સેટિંગ્સ હોય છે જેનાથી તમારા સિમની સ્પીડ વધી જશે આ સેટિંગ્સથી તમે જીયોથી લઇને વોડાફોન સુધીના તમામ નેટવર્ક પર એપ્લાય કરી શકો છો. જેના માટે સૌથી પહેલા તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું છે. પરંતુ ફોનનું સેટિંગ્સ કરાવી વખતે મોબાઇલ ડેટા બંધ રાખવાનો છે.

સ્ટેપ ૧- ફોન સેટિંગ્સમાં જઇને સૌથી પહેલા સેલ્યુઅર નેટવર્કમાં જાઓ. જે સિમ કાર્ડમાંથી ફોર-જી ચલાવવાનું છે તેને સિલેક્ટ કરો, હવે એક્સેસ પોઇન્ટ નેમ નામના વિકલ્પ પર ક્લિક કરો, જે સિમકાર્ડમાંથી ડેટા યુઝ કરતા હોય ત્યારે તમને તેનુ નામ દેખાશે તેના પર ક્લિક કરો.

– હવે સેટિંગનું એક લિસ્ટ ખુલશે તેમાં સર્વર ઓપ્શન પર ક્લિક કરો તેમાં કઇ લખ્યુ હશે નહીં માટે  www.google.com લખીને ઓકે કરો.

– હવે નીચે સ્ક્રોલ કરી તેમાં ‘ઓથેન્ટીકેશન ટાઇપ’ પર ક્લિક કરો તેમાં નોન સિલેક્ટ કરેલું હશે તેને PAP કરી દો. હવે તમને APN typeનો વિકલ્પ મળશે તેમાં ડિફોલ્ટ કરી દો.

– હવે તમારા સેટિંગ ONકર્યા બાદ ઉપર દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો. એટલે તમને સેવનો ઓપ્શન દેખાશે તેને ક્લિક કરો. આમ કરવાથી તમારા ફોનની ફોરજી સ્પીડ પણ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.