Abtak Media Google News

આજે સમય સાથે દરેક વ્યક્તિ  પોતપોતાના  નવરાશના સમયમાં અચૂક થોડીવાર પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર નજર કરતા હોય છે જે રીતે દરેક માટે આજના સમયમાં સુખને સુવિધાઓ પ્રથમ  પ્રાધાન્ય હોય છે એ જ રીતે સોશિયલ મીડિયાએ જીવનને અનેક રીતે જીવતા શીખવી દીધું છે.  કોઈ પણ અઘરી લાગતી બાબત આજના સમયમાં ખુબ સરળ સોશિયલ મીડિયાના અનેક માધ્યમો સાથે જોડાતા બની ગઈ છે એક ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જે રીતે હવેના સમયમાં કોઈપણ વ્યક્તિ બહાર જાય તો આવનવી રીતે ફોટા પાડતા શીખી ગયા છે જ્યારે તમે તેમને પૂછો કે આટલા બધા ફોટા શું કામ પાડે છે? ત્યારે તેનો જવાબ ખુબ સરસ હશે કે મારે  મારા પ્રોફાઈલને સમય સાથે બદલાવવાનું હોય છે જે રીતે પહેલા જીવનને બદલાવો તેના સાથે જીવવું તે થોડું અઘરું હતું ત્યારે આજે કદાચ આ વાત ખૂબ સામાન્ય બની ગઈ છે પહેલાના સમયમાં જે રીતે જીવનને બદલાવું હોય તો અનેક પરિબળોનો વિચાર કરવો પડે તેવું હતું  પણ આજે વધતી જતી સુવિધાઓ જેમાં મોબાઈલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આ ત્રણેયની મુખ્ય ભૂમિકા છે એકલતા એ કોને ગમે? એકલતા એ મનમાં વ્યર્થ વિચારો ખોટી વાતો અને ના બનેલી ઘટના ઓ શું કામ થઈ તે માટે એક સ્થાન પૂરું પાડે છે આજ એકલતામાં રહીને મનુષ્ય પોતાના વિચારોને અને વ્યક્તિત્વને કોઈ પણ ક્ષણે વિનાશ તરફ લઈ જાય છે વિચારો બે પ્રકારના હોય છે જેમાં એક નકારાત્મક અને બીજું સકારાત્મક નકારાત્મક વિચારો નુ સ્થાન પર્વત સમાન હોય છે અને સકારાત્મક વિચારો નું સ્થાન કીડી સમાન છે આ બંને વચ્ચે નો અંતર એટલે વ્યક્તિ અને વ્યક્તિત્વ જીવન માં જ્યારે વ્યક્તિ સકારાત્મક વિચારો ને પર્વત સમાન બનાવવામાં આવે ત્યારે જ વ્યક્તિ આનંદની અનુભૂતિ કરી શકે છે જીવન એટલે આનંદની એક સફર જેનાથી જીવન બનાવું હોય તેવું બનાવી શકાય છે પણ આ વાત મનુષ્ય ભૂલી જાય છે અને કીડી જેવા નકારાત્મક વિચારોને સ્થાન આપવા માંડે છે જે તેના જીવનને પલટાવી શકે છે. જે રીતે કીડી નાની હોય પણ તેનામાં તાકત ખૂબ હોય એ જ રીતે જીવનમાં નકારાત્મક વિચારો  નું સ્થાન વધારે હોય છે હકીકતમાં આનંદની જિંદગી માટે સકારાત્મક વિચારો પર્વત સમાન  હોવા ખૂબ જરૂરી છે  એ જ મનુષ્યના જીવનને આનંદ ની ઊંડાઈ અને ઊંચાઈ સમજાવી શકે છે.

Advertisement

પ્રોફાઈલ તે હવે ના યુગમાં લોકો માટે પોતાની જાતને દર્શાવવાનો એક વિશેષ માધ્યમ છે આ માધ્યમથી સોશિયલ મીડિયા પર તેની ઓળખ પણ થાય અને તેને અનેક પ્રતિસાદો પણ મળે આ માધ્યમ હવે લોકો માટે આનંદ નું માધ્યમ બની ગયું છે જો જીવનને પણ આ જ રીતે આનંદની અનુભૂતિ કરાવતા રહેવું હોય તો આ પ્રોફાઇલ ની જેમ જિંદગી મેં પણ સમય સાથે બદલવી ખુબજ જરૂરી છે. સારા પ્રતિ સાદો મેળવવા મનમાં મનુષ્યને પોતાના જીવન સાથે સારા વિચારો ને જોડવા ખૂબ આવશ્યક બની જાય છે. જો તમે તમારા સોશિયલ મીડિયાના પ્રોફાઈલને અઠવાડિયે બદલતા હો તો એ જ રીતે જીવનને પણ દરેક અઠવાડિયે સકારાત્મક વિચારો સાથે  જોડતા જાઓ અને નકારાત્મક વિચારોને જીવનમાંથી કાઢતા આવું કરવાથી જીવન તે દરેક અઠવાડિયે કંઈક નવું શીખીને કોઈક દિવસ નાના લાગતા વિચારોને મોટા કરી બતાવશે તો હવે પ્રોફાઈલ ની જેમ જીવનને પણ બદલાવતા શીખો નવા પ્રતિ સાદો આપમેળે તમને નવુ કરતા અને આનંદ મેળવતા કરાવી નાખશે. એકવાર જિંદગીને સોશિયલ મીડિયાના પ્રોફાઈલની જેમ બદલાવી જુઓ આનંદ તમારા વિચારો અને વ્યક્તિત્વને નવું ઘણું આપી શકે છે અને વર્તમાનમાં પરિવર્તન લાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.