Abtak Media Google News

નાગરિકોના જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના નિવારણ માટે યોજાતો રાજકોટ જિલ્લાનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 25 મે ના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર  પ્રભવ જોષીની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં જિલ્લા કક્ષાના પ્રશ્ર્નો અને ફરિયાદો આજથી  10 મે સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવાયુ છે. અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્ર્નો જ આ કાર્યક્રમમાં મોકલવા, અગાઉ સબંધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ર્નબીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ર્ન ક્રમાંક, માસનું નામ લખવું, પ્રશ્ર્ન કે અરજીમાં પ્રશ્ર્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમા અરજદારની સહી હોવી જરૂરી છે, અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે.

અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્ર્નો, અલગ-અલગ અરજીઓમાં મોક્લવાના રહેશે, સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્ર્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્ર્નો રજુ કરી શકાશે નહીં, પ્રશ્ર્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ – બીજાનો પ્રશ્ર્ન ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં, તાલુકા કક્ષાના પ્રશ્ર્ન માટે સબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.